Site icon Revoi.in

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 :આજે ચોથા તબક્કા હેઠળ 59 બેઠકો પર મતદાન : PM મોદીએ મતદાન કરીને લોકશાહીને મજબૂત કરવાની કરી અપીલ 

Social Share

લખનઉ:ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં આજે ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.આ તબક્કા હેઠળ નવ જિલ્લાની 59 વિધાનસભા સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે.પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને લોકોને મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે ચોથા રાઉન્ડનું મતદાન છે.હું તમામ મતદારોને વિનંતી કરું છું કે,તેઓ તેમના અમૂલ્ય મતનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે.

બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, “આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી-2022નો ચોથો તબક્કો છે, ભયમુક્ત, રમખાણો મુક્ત, ગુનામુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય માટે વિકસિત અને સુરક્ષિત પોતાના સપનાનું ઉતર પ્રદેશ બનાવવા માટે સન્માનિત મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરો.ધ્યાનમાં રાખો… પહેલા વોટ પછી જલપાન.”