દેશભરમાં ફિલ્મના શૂટિંગ માટે સૌથી અનુકુળ રાજ્ય તરીકે ઉત્તરપ્રદેશને 52મા IFFI માં પુરસ્કાર એનાયત કરાયો
- 52મા આઈએફએફઆઈમાં યુપીને મળ્યો એવોર્ડ
- દેશભરમાં શૂટિંગ માટે અનુકુળ રાજ્ય બન્યું
દિલ્હીઃ- દેશભરમાં કેટલાક વિસ્તારો એવા કે જ્યા ફિલ્મના શૂચટિંગ થતા હોય છે, જો કે આ મામલે ઉત્તર પ્રદેશ મોખરે રહ્યું છે, ગોવામાં આયોજિત 52માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા-2021માં ફિલ્મ શૂટિંગ માટે દેશનું સૌથી અનુકૂળ રાજ્યનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે રવિવારે સમાપન સમારોહમાં યુપીને આ એવોર્ડ એનાયત કર્યો હતો. અધિક મુખ્ય સચિવ માહિતી નવનીત સહગલે ઉત્તર પ્રદેશ સરકાર વતી આ એવોર્ડ મેળવ્યો હતો
આ એવોર્ડના ખાસ પ્રસંગે સહગલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ઉત્તર પ્રદેશમાં ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલી વિવિધ ગતિવિધિઓને સતત પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેવરનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના સહકારથી અને યોગી સરકારના અથાગ પ્રયત્નોથી ઉત્તરપ્રદેશ દરેક ક્ષેત્રમાં આગળ ઘપાવી રહ્યું છે,ઉદ્યોગની વાત હોય કે શિક્ષણની વાત હોય કે પછી તબીબી ક્ષેત્રે વિકાસની વાત હોય સતત ઉત્તરપ્રદેશ વિકાસ પામી રહ્યું છે,ત્યારે હવે ફિલ્મના શૂટિંગ માટે પણ બેસ્ટ રાજ્ય તરીકે એવોર્ડને પાત્ર બન્યું છે.