Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ બાબા વિશ્વનાથ ધામમાં એક મહિનામાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ

Social Share

લખનૌઃ ભવ્ય અને વિસ્તૃત કાશી વિશ્વનાથ દરબારમાં આવતા વિક્રમજનક સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે મંદિરની આવકમાં સતત રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે માર્ચ મહિનામાં ભક્તોએ બાબાની હુંડીમાં 3 કરોડથી વધારે રૂપિયાનું દાન કર્યું છે. મંદિર પ્રશાસન અનુસાર, વર્ષ 2023 માટે આ આંકડો 2 કરોડથી વધારે હતો. આ વર્ષે માર્ચ 2024 માં બેંક અને ઓનલાઈન માધ્યમ દ્વારા 7,13, 88,213 રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. માર્ચ 2023 માં 3,90,38,180 રૂપિયાનું દાન મળ્યું હતું. જુલાઈ 2023 માં 5, 20,40,905 રૂપિયાનું દાન મળ્યું હતું. માર્ચ 2024 નો મહિનો ધામનો સર્વકાલીન સૌથી વધુ આવક ધરાવતો મહિનો હતો.

ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં શ્રી કાશી વિશ્વનાથ ધામમાં ભક્તોના આગમનનો રેકોર્ડ બન્યો હતો. માર્ચના છેલ્લા દિવસે 31 માર્ચે 6,36,975 ભક્તો દરીયણ પૂજા માટે મંદિર પહોંચ્યા હતા. માર્ચના 31 દિવસમાં 95,63,432 ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. શ્રી કાશી વિશ્વનાથ ધામના નવા અને ભવ્ય સંરચનાના ઉદ્ઘાટન બાદથી ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

કાશીમાં વિશ્વનાથ ધામમાં છેલ્લા કેટલાક સમયથી ભક્તોની સંખ્યામાં વધારો થયો છે. તેમજ દર્શનાર્થીઓને સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યાં છે. સરકાર દ્વારા કાશીમાં શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના દર્શન કરવાની સાથે કાશીમાં પણ દર્શન કરવા જાય છે.