ઉત્તરપ્રદેશઃ વિધાનસભાની ચૂંટણીમાં ફરી ભગવો લહેરાવા માટે ભાજપની વ્યહરચના
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ઉમેદવારોની પસંદગી પહેલા ભાજપ વિધાનસભાની તમામ બેઠકોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. ભાજપને રાજ્યને છ હિસ્સામાં વહેંચવામાં આવ્યું છે. તેમજ વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ રણનીતિ તૈયાર કરવામાં આવશે. પાર્ટીના ચૂંટણી પ્રભારીઓની ટીમમાં દરેક સહ-પ્રભારી પાસે એક વિસ્તારની જવાબદારી હોય છે અને તે ત્યાંની સમગ્ર વ્યૂહરચના સંભાળે છે.
ભાજપ સંગઠનાત્મક તૈયારીઓ સાથે વિવિધ એજન્સીઓના આગામી સર્વેક્ષણ પર નજર રાખી રહ્યું છે. આ સર્વેક્ષણો પણ સેક્ટર મુજબ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે અત્યાર સુધીના તમામ સર્વેમાં ભાજપ અગ્રેસર છે, પરંતુ પાર્ટી તેમાં કોઈ કસર છોડવા માંગતી નથી.સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપએ તેના તમામ છ સંગઠનાત્મક વિસ્તાર માટે વ્યાપક રણનીતિ તૈયાર કરી છે. આ પ્રદેશોમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બ્રજ, અવધ, કાશી, બુંદેલખંડ અને ગોરખપુરનો સમાવેશ થાય છે. દરેક વિસ્તારના પોતાના સામાજિક અને રાજકીય સમીકરણો હોય છે અને પાર્ટી તેને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ કરી રહી છે. દરેક પ્રદેશમાં આવતા દરેક વિધાનસભા મતવિસ્તાર માટે વ્યાપક ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે અને વિપક્ષી પક્ષોના વિશ્લેષણ અને વ્યૂહરચના ધ્યાનમાં રાખીને ભાવિ ઉમેદવારો નક્કી કરવામાં આવશે.
(PHOTO-FILE)