Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ બોગસ ચલણી નોટનું રેકેટ ઝડપાયું, સમાજવાદી પાર્ટીના નેતાની ધરપકડ

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પોલીસે કથિત નકલી ચલણ કેસમાં સમાજવાદી પાર્ટીના નેતા રફી ખાનની ધરપકડ કરી છે. જોકે, SPએ આ મામલાને રાજકીય પ્રેરિત ગણાવ્યો છે. આરોપ છે કે, સપા નેતા એલચીના કારોબારની આડમાં નકલી ચલણનો વેપાર કરતા હતા. આરોપ છે કે સપા નેતાના કનેક્શન યુપી, બિહાર અને બંગાળ સુધી હતા. રફી ખાનની કથિત ગેંગ પર લોકોની જમીનો પર અતિક્રમણ કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર, સરહદી વિસ્તારોમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. રફી ખાન પર GST ચોરીનો પણ આરોપ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે નકલી નોટોના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી 5.62 લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે. પોલીસની આ કાર્યવાહીમાં એસપી નેતા સહિત 10 ગુનેગારોની ધરપકડ કરી છે. તેમની પાસેથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેઓ નેપાળ મારફતે નકલી ચલણનો વેપાર કરતા હતા. સમાજવાદી પાર્ટીએ કુશીનગર મુદ્દે સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ધર્મને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવી રહ્યું છે. ઉદયવીરે કહ્યું કે તેમની પાર્ટીમાં માફિયા, ડાકુઓ છે અને સપાના લોકોને પકડી રહ્યા છે. સપા નેતાએ આરોપ લગાવ્યો કે, પોલીસ દબાણમાં કામ કરી રહી છે. પોલીસના અધિકારી-કર્મચારીઓ સરકારના ઈશારે કામ કરે છે, તેમણે કહ્યું હતું કે, ભાજપમાં આવવાથી લોકો સ્વચ્છ બને છે અને અન્ય પાર્ટીઓના લોકોને હેરાન કરવામાં આવે છે.