Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ શોટ સરકીટથી આગ લાગતા 40 વીઘા જમીનમાં ઘઉંનો પાક બળીને રાખ

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશના સિકંદરપુર ગામના બારોઝી અને સિવાનમાં ઈલેક્ટ્રીક વાયરમાં શોર્ટ સર્કિટના કારણે ઉભેલા ઘઉંના પાકમાં આગ લાગી હતી. ગણતરીની મિનિટોમાં આગે જ વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લગભગ 40 વીઘામાં ઘઉંના પાકમાં આગ લાગતા ખેડૂતો ચિંતામાં મુકાયાં હતા. આજુબાજુના ગ્રામજનો અને ખેડૂતોએ ફાયરની ટીમ સાથે લગભગ બે કલાકની જહેમત બાદ કોઈક રીતે આગને કાબુમાં લીધી હતી. આ દરમિયાન ખેડૂતો પોતાની ઉપજ સળગતી જોઈને રડવા લાગ્યા હતા. આ મામલાને લઈને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશે ટ્વીટ કરીને સરકારને તેના વળતર વિશે પૂછ્યું છે, જ્યારે સીએમ યોગી આદિત્યનાથે પણ આ મામલાની નોંધ લીધી છે અને ઝડપી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખેતરો ઉપરથી પસાર થતા હાઇ ટેન્શન વાયરમાં પવનને કારણે અચાનક શોર્ટ સર્કિટ થવાનું શરૂ થયું હતું, જેના કારણે ખેતરોમાં લગભગ સૂકાયેલો ઘઉંનો પાક બળી ગયો હતો. જેના વિશે ગામલોકોએ ઈન્ચાર્જ અધિકારી ગિરીશ રાયને જાણ કરી હતી.પોલીસ વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. પોલીસ અને ગ્રામજનોની મદદથી આ વિશાળ આગ પર કાબુ મેળવી શકાયો હતો. જો કે, ત્યાં સુધીમાં સિકંદરપુર અને બારોઝી ગામના એક ડઝનથી વધુ ખેડૂતોનો પાક બળીને રાખ થઈ ગયો હતો. દરમિયાન અખિલેશ યાદવે આ ઘટનાથી સંબંધિત એક વીડિયો શેર કરતા ટ્વીટ કર્યું, જેમાં લખ્યું છે કે થાણા ચકિયાના ચંદૌલીના સિકંદરપુર ગામમાં આગની ઘટના ખૂબ જ દુઃખદ છે. સરકારે જણાવવું જોઈએ કે આ અકસ્માતમાં થયેલા નુકસાનની ભરપાઈ કોણ કરશે?