1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી ધમકી – ત્રણ દિવસમાં બોમ્બથી હુમલાની ધમકી મામલે ફરીયાદ નોંધાઈ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી ધમકી – ત્રણ દિવસમાં બોમ્બથી હુમલાની ધમકી મામલે ફરીયાદ નોંધાઈ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળી ધમકી – ત્રણ દિવસમાં બોમ્બથી હુમલાની ધમકી મામલે ફરીયાદ નોંધાઈ

0
Social Share
  • સીએમ યોગીને જાનથી મારી નાખવાની મળી ધનકી
  • શાહીદ નામથી કોઈ વ્યક્તિએ વ્હોટ્સએપ પર આપી ધમકી

લખનૌઃ- ઉત્તરપ્રદેશષના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથને આજથી પહેલા ઘણી વખત મારી નાખવાની ધમકીો મળી હતી ત્યારે ફરી એક વખતસી એમ યોગી આદિત્યનાથને  બોમ્બથી હુમલાની ધમકી આપવામાં આવી છે.અગાઉની જેમ જ  આ વખતે પણ યુપી-112માં વોટ્સએપ નંબર પર મેસેજ મોકલીને ધમકી આપવામાં આવી હતી.

જાણકારી પ્રમાણએ ધમકી આપનાર વ્યક્તિએ તેનું નામ શાહિદ જણાવ્યું છે અને કહ્યું કે ત્રણ દિવસમાં બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ અંગે સુશાંત ગોલ્ફ સિટી કોતવાલીમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ પ્રશાસન અને ગુપ્તચર એજન્સી આ મામલે તપાસ તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે જ્યારે સીએમ યોગને આ પ્રકારની ધમકી અપાી છે.

કંટ્રોલ રૂમ યુપી-112ના ઓપરેશન કમાન્ડર સુભાષ કુમારે એફઆઈઆર નોંધાવી છે કે 2 ઓગસ્ટની સાંજે ઓપરેશન ઈન્ટરનેટ મીડિયાના વોટ્સએપ નંબર પર એક મેસેજ આવ્યો હતો કે સીએમ યોગીને પર ત્રણ દિવસમાં બોમ્બથી હુમલો કરવામાં આવશે

ત્યાર બાદ તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસે આ મેસેજનો સ્ક્રીન શોટ ગુપ્તચર એજન્સીઓને પણ આપ્યો છે. આ પહેલા પણ મુખ્યમંત્રીને આવા મેસેજ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અસામાજીક તત્વો દ્રારા આ પ્રકારના કાવતરા ધડાી રહ્યા હોય છે જેમાં નેતાઓને નિશાન બનાવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code