લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કહ્યું હતું કે, છેલ્લા સાડા ચાર વર્ષથી એક પણ કોમી તોફાન થયા નથી. પહેલા રાજ્યની ઓળખ તોફાનોથી થતી હતી કારણ કે તોફાનીઓને સરકારનો ડર ન હતો. તોફાનોની રાજ્યની જનતા પીડિત હતી અને ખોટો કેસ દાખલ થતા હતા. જે મૂર્તિ બનાવતા હતા તેમની મૂર્તિ વેચાતી ન હતી. જે દિવા બનતા હતા તે તોડી નાખવામાં આવતા હતા. જે બાદ પર્વ-તહેવારોને અંધકાર ધકેલી દેવામાં આવતા હતા. પરંતુ છેલ્લા સાડા ચાર વર્ષમાં ઉત્તરપ્રદેશમાં એક પણ કોમી તોફાન થયું નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપ સરકારે તોફાનીઓને પહેલા દિવસથી જ સંદેશ આપ્યો હતો કે, જો તોફાન કરશો તો આગામી સાત પેઢીઓને તેની ભરપાઈ કરવી પડશે. હવે ઉત્તરપ્રદેશમાં તોફાનો થતા નથી, પર્વ અને તહેવારોની ખુશીથી ઉજવણી કરવામાં આવે છે.
લખનૌમાં આયોજીત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કહ્યું હતું કે, રાજ્યમાં 2017 પૂર્વે જે લોકોનું શાસન હતું તેઓ માત્ર વિકાસની વાત કરતા હતા પરંતુ વિકાસ તો માત્ર તેમના પરિવારનો થયો છે. તેમણે પોતાનું અને પરિવાર સિવાય સમાજ અને રાષ્ટ્રની ચિંતા કરી નથી. આ જ કારણે રાજ્ય સતત પાછળ રહી ગયું હતું.. હવે રાજ્ય વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે અને તેમને આ પસંદ નથી. પર્વ-તહેવારોમાં વેપારનો સમય હોય છે પરંતુ પ્રદેશમાં કરફ્યુ લાગી જતો હતો. હવે રાજ્યમાં કાનૂનું રાજ છે અને વિકાસના માર્ગે સતત આગળ વધી રહ્યું છે.