ઉત્તરપ્રદેશના સીએમની જાહેરાત, કોરોનામાં જીવ ગુમાવનાર પત્રકારોના પરિવારને મળશે આર્થિક સહાય
- સીએમ યોગી આદીત્યનાથની પત્રકારો માટે જાહેરાત
- કોરોનાથી જીવ ગુમાવનાર પત્રકારના પરિવારને મળશે રૂ. 10 લાખ
- પત્રકારોની મદદએ આવી યોગી સરકાર
લખનઉ:યુપીમાં કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનાર પત્રકારોના પરિવારોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સીએમ યોગીએ આ અંગે જાહેરાત કરી છે. સીએમએ પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવાની જાહેરાત હિન્દી પત્રકારિતા દિવસ પર કરી છે. હવે રાજ્યમાં કોરોનાને કારણે જીવ ગુમાવનાર પત્રકારોના પરિવારોને રાજ્ય સરકાર 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે.
કામને પ્રાધાન્યતા પર રાખીને, કોરોના સંક્રમણને કારણે દેશભરમાં અત્યાર સુધીમાં 300 થી વધુ પત્રકારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં સૌથી વધુ 37 મોત યુપીમાં થયા છે. જેમાં ફિલ્ડ રિપોર્ટિંગથી લઈને ઓફિસમાં કામ કરનાર પત્રકારોનો સમાવેશ થાય છે. તેનું મૃત્યુ કોરોના સંક્રમણને કારણે થયું હતું.
જો કે દેશના તમામ રાજ્યોમાં એવા કેસ સામે આવ્યા છે જેમાં કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ પત્રકારોના મોત થયા છે. કેટલાક રાજ્યોમાં પણ પત્રકારને મદદ કરવા માટે રાજ્યની સરકાર આગળ આવી છે અને પત્રકારોને મદદ મળી રહે તે માટે પગલા લેવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાવાયરસના સંક્રમણના કારણે અને ખાસ કરીને બીજી લહેરમાં અણધારી રીતે લોકોના મૃત્યુ પણ થયા છે અને અન્ય નુક્સાનનો પણ સામનો કરવો પડ્યો છે. હાલ સરકાર દ્વારા યોગ્ય પ્રયાસ અને મદદ કરવામાં આવી રહી છે અને સતર્કતા અને તકેદારી સાથે કોરોનાના કેસ સાવ ઓછા થઈ જવાની પણ સંભાવના છે.