Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ ધર્મ પરિવર્તનને આરોપીઓ સાઈલેન્ટ જીહાદ તરીકે ઓળખતા, ATSની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ થયા બાદ યુપી પોલીસના ગુપ્ત રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. નોઈડા ડેફ સોસાયટીમાં અભ્યાસ કરતા 12-15 જેટલા મુકબધિર યુવાનોને લાલચ આપીને તેમનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાથમિક તપાસમાં આ રેકેટમાં મુક-બધિરને જ નિશાન બનાવવામાં આવતા હતા. આરોપીઓએ ધર્મ પરિવર્તનને સાઈલેન્ટ જીહાદ નામ આપ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

રિપોર્ટ અનુસાર ઈસ્લામિક દવાહ સેન્ટરને સંયુક્ત રાજ્ય અમેરિકા, કતર, કુવૈત સહિતના દેશમાં કાર્યરિત ગેર સરકારી સંગઠનો દ્વારા વિદેશી ફંડીગ પુરી પાડવામાં આવતું હોવાનું મનાઈ રહ્યું છે.  નાણાને ફાતિમા ચેરિટેબલ ફાઉન્ડેશન (દિલ્હી), લખનૌના અલ હસન એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન સહિત દેશમાં અનેક સ્થળો ઉપર કાર્યરતિ બિન સરકારી સંગઠનોના માધ્યમથી આઈડીસીમાં મોકલવામાં આવતું હતું. આમા મેવાત ટ્રસ્ટ ફોર એજ્યુકેશનલ વેલફેર (ફરીદાબાદ), મરકજુલ મારીફ (મુંબઈ) અને હ્યુમન સોલિડેરિટી ફાઉન્ડેશન (દિલ્હી) પણ સામેલ છે. ઉમર ગૌતમને એઆઈયુડીએફના સાંસદ બદરૂદ્દીન અજમલ દ્વારા ફંડિગ આપવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

રિપોર્ટ અનુસાર વર્તમાનમાં સમગ્ર દેશમાં 60થી વધારે ઈસ્લામિક દવાહ સેન્ટર ચલાવાય છે. જેમાં યુપી, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને મહરાષ્ટ્રમાં કાર્યરત સંસ્થા મહત્વની છે. દવાહના નામ ઉપર કટ્ટરપંથી અને કટ્ટરપંથી સંગઠનો ધર્મપરિવર્તન જેવી ગતિવિધિઓ ચલાવતા હતા. જેને સાઈલેન્ટ જીહાદ નામ આપવામાં આવ્યું હતું.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અનુવાદક તરીકે કામ કરતા ઈરફાન શેખ આઈડીસીને જરૂરિયાતમંદ મુક-બધિર યુવાનો અને મહિલાઓની માહિતી પુરી પાડતો હતો. જેમને આર્થિક મદદના બહાને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. આઈડીસીનું કતર સ્થિત સલાફી ઉપદેશક ડો બિલાલ ફિલિપ્સ દ્વારા સ્થાપિત ઈસ્લામિક ઓનલાઈન વિશ્વવિદ્યાલય સાથે સંબંધ છે જે ઝાકિર નાઈકના સહયોગી હોવાનું પણ જાણવા મળે છે.