લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પ્રથમ તબક્કામાં 11 જિલ્લાની 58 બેઠકો ઉપર સવારથી મતદાન શરૂ થયું છે. પ્રારંભમાં મતદાનની ગતિ ધીમી જોવા મળી હતી. બપોરના એક વાગ્યા સુધીમાં એકંદરે સરેરાશ 35 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે. નોઈડામાં મતદાન ધીમું હોવાનું જાણવા મળે છે. દરમિયાન મતદાનના પ્રથમ બે કલાકમાં આઠ ટકા અને 4 કલાકમાં 20 ટકા જેટલું મતદાન થયું હતું. સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર લાંબી લાઈનો જોવા મળી હતી. ચાર કલાકમાં સૌથી વધારે સરેરાશ શામલીમાં 22.83 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌથી ઓછુ અલીગઢમાં 17.91 ટકા જેટલુ મતદાન થયું હતું.
ગ્રેટર નોઈડામાં કાસના સ્થિત અમીચંદ ઈન્ટર કોલેજમાં 85 વર્ષના સિનિયર સિટીઝન શિવકુમાર અને તેમની પત્ની રજ્જોએ મતદાન કર્યું હતું. મતદાનને કારણે રોજની જેમ સવારમાં બજાર ખુલ્યાં ન હતા. સ્ટ જોસેફ સ્કૂલમાં પિંક બુથને સામાન્ય બુથ બનાવવામાં આવ્યું છે. 70 વર્ષિય વીરવતીના મઢૈયા અમીચંદ ઈન્ટર કોલેજમાં મતદાન કરવા પહોંચ્યાં હતા. જેવરમાં મતદાન કેન્દ્રો ઉપર સવારથી મતદારોની લાઈન લોગી હતી. મતદાન કેન્દ્રો ઉપર થર્મલ સ્ક્રીનિંગથી ચેક કરીને આરોગ્ય કર્મચારીઓએ મતદાતાને પ્રવેશ આપ્યો હતો. ગ્રેટર નાઈડાના શારદા વિશ્વવિદ્યાલયના બુથ સંખ્યા 586 ઉપર ટેકનીકલ ખામી સર્જાતા મોટુ મતદાન શરૂ થયું હતું. દાદરી વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય ચેચીના શારદા વિશ્વવિદ્યાલય સ્થિત મતદાન કેન્દ્રો ઉપર મતદાન કર્યું હતું. અલીગઢની અતરોલી સીટ ઉપર સાંસદ રાજવીરસિંહ રાજુ ભૈયા, તેમનો પુત્ર અને ઉમેદવાર સંદીપસિંહ, પત્ની પ્રેમલતા અને અન્ય પરિવારજનોએ મતદાન કર્યું હતું. મથુરામાં લગ્ન બાદ ઘરે જવાને બદલે વરરાજા પ્રથમ મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પહોંચ્યાં હતા. આગરાના નગલા અજીતા સ્થિત મહાદેવ ઇન્ટર કોલેજમાં 95 વર્ષના હેતરામએ મતદાન કર્યું હતું. ભાજપના આગરાના નૌગંવા બુથ ઉપર ભાજપના ઉમેદવરા પક્ષાલિકા સિંહના દિકરા ડો. ત્રિપુદમન સિંહએ મતદાન કર્યું હતું.