Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ અખિલેશ યાદવ પાસે રૂ. 17 કરોડથી વધુની સંપત્તિ

Social Share

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મેનપુરીની કરહલ બેઠક ઉપરથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મની સાથે તેમણે એફિડેવીટ રજૂ કર્યું છે. જે અનુસાર તેમની પાસે રૂ. 17 કરોડથી વધારેની સંપત્તિ છે. બેચલર ઓફ એન્જિનીયરિંગનો અભ્યાસ કરનારા પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ ઉપર બેંકનું દેવુ છે.

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને સીએમ યોગી આદિત્યનાથ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. યોગી આદિત્યનાથએ ગોખરપુર સદર બેઠકના ઉમેદવારી ફોર્મમાં પરિવારના કોલમમાં લાગુ નહીં લખ્યું છે.જ્યારે મેનપુરીની કરહલ બેઠક પર ઉમેદવારી દાખલ કરનારા અખિલેશ યાદવે પરિવારમાં પત્ની ડિંપલ અને 3 બાળકોનો ઉલ્લેખ કર્યો છે.

આદિત્યનાથ પાસે રૂ. 1,54,94,000ની ચલ સંપત્તિ છે જ્યારે વર્ષ 2014માં લોકસભાની ચૂંટણિમાં તેમની સંપતિ 72.17 લાખ હતી. જ્યારે એફિડેવીટ અનુસાર અખિલેશ યાદવ પાસે રૂ. 1.79 લાખની રોકડ છે જ્યારે પત્ની ડિમ્પલ યાદવ પાસે રૂ. 3.32 લાખની રોકડ છે.

ઉત્તરપ્રદેશના સીએમ યોગી પાસે રૂ. 1.54 કરોડની સંપત્તિ, ઘર-જમીન અને કાર નથી

અખિલેશ યાદવ પાસે કુલ રૂ. 17.22 કરોડની સંપતિ છે અને ડિમ્પલ યાદવ પાસે રૂ. 3.68 કરોડની ચલ સંપત્તિ છે. જ્યારે યોગી પાસે કોઈ અચલ સંપત્તિ નથી. અખિલેશ પાસે રૂ. 76 હજારનો મોબાઈલ ફોન, 17085નું ફર્નીચર અને 5.34 લાખથી વધુની કિંમતમાં વ્યાયમ ઉપકરણ છે જ્યારે પત્ની ડિમ્પલ પાસે સોનાના દાગીના, હીરા અને મોતી મળી રૂ. 59.76 લાખના દાગીના છે. અખિલેશ પાસે લખનૌમાં એક કોમર્શિયલ પ્લોટ છે જ્યારે પત્ની ડિમ્પલ પાસે રૂ. 9.30 કરોડની અચલ સંપત્તિ જાહેર કરાઈ છે. અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવ ઉપર બેંકનું દેવુ છે. યોગી ઉપર કોઈ દેવુ નથી અને બીએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. બીજી તરફ અખિલેશ યાદવે બેચલર ઓફ એન્જિનીયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે.