- યુવાન લોકોની ભીડમાંથી તેમની પાસે ગયો હતો
- બ્લેડ વડે ભાજપના નેતા ઉપર હુમલાનો કર્યો પ્રયાસ
- પોલીસે હુમલાખોરને ઝડપી લઈને તપાસ આરંભી
લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન યોગી આદિત્યનાથ સરકારના મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ પર બ્લેડ વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. હુમલામાં સિદ્ધાર્થનાથ સિંહનો બચાવ થયો હતો. બીજી તરફ પોલીસે હુમલાખોરને ઝડપી લઈને હતો. તેની પાસે તપાસમાં સલ્ફાસની ગોળીઓ મળી આવતા પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રયાગરાજ શહેરની પશ્ચિમ બેઠક પરથી સિદ્ધાર્થનાથ સિંહ ભાજપના ઉમેદવાર છે. તેઓ નોમિનેશન માટે જઈ રહ્યાં હતા. તેઓ મુંડેરામાં ઓફિસથી નીકળીને ધુમનગંજ વિસ્તારમાં પહોંચ્યાં હતા. જ્યાં ભીડની વચ્ચેથી હિમાંશુ નામનો યુવક તેની નજીક આવ્યો હતો. એટલું જ નહીં હિમાંશુએ તેમની ઉપર બ્લેડ વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર કાર્યકરોએ હુમલાખોરને સમયસર પકડી લીધો હતો. તેમજ તેને માર મારીને પોલીસને હવાલે કર્યો હતો. જેથી પોલીસે હુમલાખોરની ધરપકડ કરીને પૂછપરછ આરંભી હતી.
એસએસપી અજય કુમારે જણાવ્યું કે, એક માથાભારે યુવક સલ્ફાસનું પેકેટ લઈને ત્યાં પહોંચ્યો હતો. યુવાને આરોપ છે કે, મંત્રીએ તેમનું કામ કર્યું નથી. તેણે બ્લેડ વડે સલ્ફાનું પેકેટ ફાડી નાખ્યું અને ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાની ધમકી આપી. આ દરમિયાન તે ઝડપાઈ ગયો હતો.