Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ ભાજપના ઉમેદવારએ સ્ટેજ ઉપર ઉભા થઈને કાન પકડી માફી માગી

Social Share

નવી દિલ્હીઃ સોનભદ્રમાં વિધાનસભા ચૂંટણીના સાતમા તબક્કામાં 7 માર્ચે મતદાન થવાનું છે. જેના માટે તમામ નેતાઓ પોતપોતાની શૈલીમાં પ્રચાર કરી જનતાને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ અહીં રોબર્ટસગંજ બેઠક પરથી બીજેપી ધારાસભ્ય અને ઉમેદવાર ભૂપેશ ચૌબેની અલગ જ સ્ટાઇલ જોવા મળી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂપેશ ચૌબેએ ખુરશી પર ઊભા રહીને કાન પકડી લીધા હતા. આ પછી તેણે ખુરશી પર બેસીને 5 વર્ષમાં કરેલી ભૂલો માટે જનતાની માફી માંગી. ભાજપના ઉમેદવાર ભૂપેશ ચૌબેએ ખુરશી પર ઊભા રહીને તેમના બંને કાન પકડીને કરેલી ભૂલો માટે માફી માગી હતી.

ભાજપના ઉમેદવાર ભૂપેશ ચૌબેએ કહ્યું કે જે રીતે 2017ની ચૂંટણીમાં તમે બધા ભગવાન જેવા કાર્યકરોએ તેમના આશીર્વાદ આપ્યા હતા, તે જ રીતે આ વખતે પણ તમારા આશીર્વાદ આપો. જેથી રોબર્ટસગંજ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલી શકે. આ સાથે તેમણે ધારાસભ્ય દ્વારા પાંચ વર્ષના કાર્યકાળમાં થયેલી ભૂલોની માફી માંગી અને સ્ટેજ પર જ ઉઠક-બેઠક કરી હતી.

ભાજપના ઉમેદવાર ભૂપેશ ચૌબેની સાથે ઝારખંડના પૂર્વ આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહી પણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ભાનુ પ્રતાપે ભાજપના ઉમેદવારના સમર્થનમાં વોટ માંગતા કહ્યું કે તેમની લડાઈ ઓવૈસી અને કોંગ્રેસ જેવા લોકો સાથે છે, સપા અને બસપા સાથે નહીં. વિધાનસભા ચૂંટણીના ત્રણ તબક્કામાં સપા-બસપા અડધી થઈ ગઈ છે અને સાતમા તબક્કામાં અહીંથી સંપૂર્ણપણે સાફ થઈ જશે.

ભાનુ પ્રતાપે ભાજપના ઉમેદવાર ભૂપેશ ચૌબેને સર્વશ્રેષ્ઠ ગણાવ્યા હતા અને કહ્યું કે અહીંના બાગેસોટી ગામ આઝાદીના સમયથી એક રોડ અને પુલ ઈચ્છતુ હતું, જેને સદરના ધારાસભ્ય ભૂપેશ ચૌબેએ ઉકેલ્યું હતું. મિર્ઝાપુર ડિવિઝનમાં સૌથી વધુ કામ એક ધારાસભ્ય તરીકે ભૂપેશ ચૌબેએ કર્યું હતું. ભાજપના શાસનમાં ગુંડાઓ માફિયા જેલમાં છે. મોદી અને યોગીના નેતૃત્વમાં દેશ અને રાજ્યનો વિકાસ જોઈને વિપક્ષની ઊંઘ હરામ થઈ ગઈ છે.