Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ નકલી ઈ-ટીકીટ રેકેટનો પર્દાફાશ, મુખ્ય સુત્રદ્ધારની કરાઈ ધરપકડ

Social Share

લખનૌઃ રેલવે પ્રહોટેક્શન ફોર્સ અને સાયબર ગુના શાખાની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. ટીમએ સોફ્ટવેર મારફતે અલગ-અલગ યુઝર આઈડી બનાવીને દેશભરમાં રેલવેમાં નકલી ઈ-ટિકીટ બનાવીને વેચતી ગેંગના સુત્રધ્ધારને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પાસેથી 17 આઈડી, 40 નકલી ઈ-ટીકીટ અને 3 હજાર રૂપિયા જપ્ત કર્યા હતા.

ત્રણ મહિના પહેલા આરપીએફએ દાદરીમાં એક સાયબર કેફે સંચાલક સહિત બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. પરંતુ સોફ્ટવેર તૈયાર કરીને અલગ-અલગ યુઝર આઈડી બનાવીને ગેરકાયદે પ્રવૃતિ કરનાર મુખ્યસુત્રધ્ધારને ઝડપી લેવામાં આવ્યો હતો. આ ગેંગ છ મહિનામાં લગભગ 80 લાખની નકલી ટીકીટ વેચી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. રેલવેના અધિકારીને એક સીટની બે ટિકીટનું વેચાણ થતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં નકલી ઈ-ટીકીટના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. નોયડાના દાદરીના રીવા ઈન્ટરનેટ નામથી ચાલતા સાયબર કેફેમાં નકલી ઈ-ટિકીટ વેચવાનો ધંધો કરતા હતા.

કેફે સંચાલક નકલી ઈ-ટીકીટ વેચતો હોવાની માહિતી મળતા ટીમ દ્વારા નકલી ગ્રાહક મોકલીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. સાયબર કાફેના સંચાલક રતિપાલની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં ગેંગનો સુત્રધ્ધાર રાકેશ કુમાર હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન આરપીએફ દ્વારા તપાસ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે આરોપી રાકેશ કુમારને સુરજપુર સ્થિત લખનાવલી સર્કલ પાસેથી ઝડપી લીધો હતો. રાકેશે સોફ્ટવેર તૈયાર કરીને રેલવેની નકીલ ઈ-ટિકીટ વેચવાનું કૌભાંડ શરૂ કર્યું હતું. આરોપીએ છ મહિનામાં રૂ. 80 લાખની બોગસ ઈ-ટિકીટ વેચી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.