કાવડયાત્રાને લઈને ઉત્તરપ્રદેશની સરાકરે દિશા-નિર્દેશ જારી કર્યા – આ વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંઘ
લખનૌઃ- હવે કાવડ યાત્રા શરુ થવાને થોડા દિવસોની વાત છે ત્યારે ઉત્તરપ્રદેશની સરાકરે કાવડયાત્રાને લઈને ખાસ દિશા નિર્દેશ જારી કર્યા છે જેમાં કેટલાક તિક્ષ્ણ હથિયારો પર પ્રતિબંધ જાહેર કર્યો છે.ઉલ્લેખનીય છે કે 4 જુલાઈના રોજથી કાવડ યાત્રાનો આરંભ થઈ રહ્યો છે ત્યારે યુપીની સરકાર અત્યારથી સખ્ત બની છે .
પ્રાપ્ત વિગત પ્રમાણે સરકારે યુપીમાં કાવડ યાત્રાને લઈને કેટલાક નિયંત્રણો લાદ્યા છે. અગ્ર સચિવ ગૃહ સંજય પ્રસાદે આ મામલે જણાવ્યું હતું કે કાવડ યાત્રામાં કણવડ અને ભાલા કે ત્રિશુલ વગેરેને બાર ફૂટથી ઊંચે લઈ જવા દેવામાં આવશે નહીં. આ સહીત રસ્તા પરથી યાત્રા પસાર થતા અશલીલ ગીતો વગાડવા પર પણ પ્રતિબંધ જાહેર કર્યા છે.
આ સહીત આ વર્ષ દરમિયાન કાવડિયાઓની બોર્ડર પર તપાસ કરવામાં આવશે જેથી તેઓ પોતાની સાથે ભાલો, ત્રિશુલ કે કોઈપણ પ્રકારનું હથિયાર ન લઈ જઈ શકે. તેમના આઈડી કાર્ડની પણ તપાસ કરવામાં આવશે. આ બધા પછી જ કાવડ રૂટના કાવડિયાઓને પ્રવેશ અપાશે.
વધુ વિગત પ્રમાણે આ માર્ગદર્શિકામાં મુખ્ય સચિવે ગુનેગાર તત્વો પર કડક નજર રાખવાની સાથે કાવડ યાત્રાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ સહીત યાત્રા દરમિયાન કેમ્પ અને ભંડારા વગેરેને મંજૂરી આપતી વખતે કાવડ સાથે સારો વ્યવહાર કરવા અને સંઘો સાથે જરૂરી વાતચીત કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
આ વખતે યુપીને 12 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, તો બીજી તરફ કાવડ યાત્રીઓ માટે કેટલાક નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે. કાવડ યાત્રાના સંદર્ભમાં વિતેલા દિવસે મળેલી બેઠકમાં કાવડ યાત્રાને લઈને સુરક્ષાનો બંદોબસ્ત કરવા પણ જણાવાયું હતું.આ સહીત કાવડયાત્રા દરમિયાન સોશિયલ મીડિયાઓ પર ફેલાતી અફવાઓ પર ખાસ ધ્યાન આપવાની સૂચના અપાઈ છે.જો કોઈ આમ કરતા જણાય તો તેમના સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યાછે.