Site icon Revoi.in

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી વિજય કશ્યપનું કોરોનામાં નિધનઃ- પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

Social Share

લખનૌઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે તબાહી સર્જી છે, અનેક લોકોના કોરોનામાં મૃ્ત્યુ થયા છે, ત્યારે હવે ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ઘારાસભઅય એવા વિજય કશ્યપનું મંગળવારના રોજ કોરોનાના કારણે ગુડગાવની એક હોસ્પિટલમાં નિધન થયું છે.

મુજફ્ફરનગરના ચરથાવલ વિધાનસભાની સીટ પરથી  ઘારાસભ્ય કશ્યપે ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપાના નેતાના નિધન મામલે શોક વ્યક્ત કર્યો છે, અને કહ્યું કે, તેઓ લોકહીતના કાર્યો માટે સમર્પિત હતા.

“ચરથવાલના ધારાસભ્ય, કશ્યપ એક લોકપ્રિય નેતા હતા જેમણે મંત્રી તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તેમના મૃત્યુથી લોકોએ તેમનો સાચો શુભચિંતક ગુમાવ્યો છે, ”શ્રી આદિત્યનાથે એક પ્રકાશનમાં આ અંગે જણાવ્યું હતું.