Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ સરકારનો નિર્ણયઃ ટોક્યો ઓલમ્પિકમાં સ્વર્ણ મેડલ વિજેતા ખેલાડીઓનું કરાશે સન્માન

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશની યોગી સરકારે આગામી મહિને જાપાનની રાજધાની ટોક્યોમાં શરૂ થઈ રહેલી ઓલમ્પિક ખેલમાં નિમિત્ત રાજ્યના ખેલાડીઓને લઈ મોટી પુરસ્કાર રકમની જાહેરાત કરી છે. રાજ્યનો કોઈ પણ ખેલાઈ આ રમતમાં સ્વર્ણ મેડલ જીતશે તો તેને પુરસ્કારના રૂપમાં રૂ. 6 કરોડ આપવામાં આવશે.

ઉત્તરપ્રદેશના ખેલ નિદેશક રામ પ્રકાશસિંહેએ જણાવ્યું હતું કે, યુપી સરકાર ઓલમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા પ્રદેશના પ્રત્યેક ખેલાડીઓને રૂ. 10 લાખ આપશે. અત્યાર સુધી ટોક્યો ઓલમ્પિકની ભારતીય ટીમમાં ઉત્તરપ્રદેશના આઠ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમજ હજુ આ સંખ્યામાં વધારો થવાની શકયતા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં રાષ્ટ્રીય હોકી ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુકેલા આર.પી.સિંહએ જણાવ્યું હતું કે, આ રમતોમાં સ્વર્ણ મેડલ જીતનાર ઉત્તરપ્રદેશના ખેલાડીઓને રૂ. 6 કરોડ, રજત મેડલ જીતનારને ચાર કરોડ અને કાંસ્ય મેડલ જીતનારને 2 કરોડની રકમ આપવામાં આવશે. આ ઉપરાંત ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારને 3 કરોડ, સિલ્વર જીતનારને 2 કરોડ અને કાંસ્ય મેડલ જીતનારને એક કરોડ રૂપિયા આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઉત્તરપ્રદેશની યોગી સરકાર રતમ-ગમતને સતત પ્રોત્સાહન આપી રહ્યાં છે. હાલના સમયમાં 3 સ્પોર્ટસ કોલેજ ચાલી રહી છે. જ્યાં ખેલાડીઓને અભ્યાસની સાથે રહેવા અને જમવાનો ખર્ચ સરકાર ઉઠાવે છે. રમત-ગમતમાં લોકોની રુચિ વધે તે માટે સહારનપુર, ફતેહપુર અને બલિયામાં વધારે 3 સ્પોર્ટસ કોલેજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. યુપીમાં જેટલી સુવિધાઓ ખેલાડીઓને મળે છે એટલી અન્ય રાજ્યમાં મળતી નથી.