ઉત્તરપ્રદેશઃ બરેલીમાં મુસ્લમાનોના ઉત્પીડનથી હિન્દુઓ ઘર વેચવા બન્યા મજબુર
લખનૌઃ ઉત્તરપ્રદેશના બરેલીમાં ફરી એકવાર મુસ્લમાનોના ઉત્પીડનને કારણે હિન્દુ પરિવારો ઘર છોડીને હિજરત કરવા મજબુર બન્યાની ઘટના સામે આવી છે. જિલ્લાના આંવલા પોલીસ સ્ટેશન વિસ્તારના મઉચંદપુર ગામમાં આ ઘટના સામે આવી છે. હિન્દુ ધર્મના પરિવારોએ ઘરની બહાર મકાન વેચવાનું છે તેવા પોસ્ટર લગાવ્યાં છે. જેમાં મુસ્લિમ સમાજના લોકો તરફથી કરવામાં આવતા ઉત્પીડનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ગામના લગભગ 12 જેટલા મકાન ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, હિન્દુ પરિવારોએ ઘરની બહાર મકાન વેચાણ અંગે લગાવેલા પોસ્ટરના ફોટોગ્રાફ અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. આ બનાવને પગલે પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા સ્થાનિકોને સમજાવવાના પ્રયાસો શરૂ કરાયાં હતા. જે બાદ પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા સીએમ યોગી સરકારના મંત્રી ધર્મપાલ સિંહ તથા હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ વહીવટી તંત્રને ફયિદાર કરી હતી. ગામમાં કબ્રસ્તાનની જગ્યા ઉપર બાઉન્ડ્રીવોબના નિર્માણને લઈને વિવાદ વકર્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, કબ્રસ્તાનની જગ્યા વધારી દેવામાં આવ્યો છે. આ સ્થળ પર રામ લીલા અને જાગરણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી તેને દબાણ હટાવવાની માંગણી કરવામાં આવી છે. અગાઉ રસ્તાની પહોળાઈ ઓછી થઈ હતી. જેને લઈને તાજેતરમાં કેબિનેટ મં6 અને એસડીએમને પણ ફરિયાદ કરવામાં આવી હતી.