ઉત્તરપ્રદેશઃ જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુનાવણી પૂર્ણ, ચુકાદો અનામત રખાયો
લખનૌઃ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે આજે સ્થાનિક અદાલતમાં સુનાવણી યોજાઈ હતી. કોર્ટે આવતીકાલ સુધી આદેશ અનામત રાખવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરીને તેનો રિપોર્ટ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન હિન્દુ પક્ષે પૂજાની મંજૂરી માંગી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જ્ઞાનવાપી મસ્જિદ મામલે યોજાયેલી સુનાવણીમાં કોર્ટ રૂમમાં લક્ષ્મી, સીતા સાહૂ, મંજૂ વ્યાસ, રેખા પાઠક, મહંમદ તૌદીદ, મુસ્લિમ પક્ષના વકીલ અભય યાદવ, મેરાજ ફારૂકી, મુમતાઝ અહમદ હિન્દુ પક્ષના સુધીર ત્રિપાઠી, સિનિયર વકીલ માન બહાદૂર સિંહ, વિષ્ણુ જૈન, સુભાષ ચતુર્વેદી, સરકારી વકીલ મહેન્દ્ર પ્રસાદ પાંડેય ઉપસ્થિત રહ્યાં હતા. પાંચ પૈકી ચાર અરજદાર કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા. બીજી તરફ સુરક્ષાને પગલે કોર્ટ સંકુલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
જ્ઞાનવાપી મસ્જિદ પરિષદમાં આવેલા હિન્દુ ધાર્મિક સ્થળોમાં પૂજાની મંજૂરી સાથે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેમજ સર્વેની માંગણી કરવામાં આવી હતી. જેથી કોર્ટ દ્વારા કમિશનની રચના કરવામાં આવી હતી. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સર્વે કરવામાં આવ્યો હતો. જેનું વીડિયો રેકોર્ડીંગ અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ સીલબંધ કરવામાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.