20 વર્ષની યુવતીનો ફોટો જોઈને લગ્ન માટે તૈયાર થયેલા યુવાનના લગ્નના મંડપમાં કન્યાને જોઈ ઉડ્યાં હોંશ
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં એક યુવાનને લગ્ન માટે 20 વર્ષની યુવતીનો ફોટો બતાવવામાં આવ્યો હતો. જેથી યુવાન લગ્ન માટે તૈયાર થયા બાદ લગ્નના મંડપમાં બે બાળકોની 45 વર્ષની આધેડને બેસાડવામાં આવતા યુવાનનો હોંશ ઉડી ગયા હતા. તેમજ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ બનાવ ઉત્તરપ્રદેશના ઉટાવામાં બન્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં શત્રુધ્નસિંહ નામના યુવાનને બે વ્યક્તિઓએ લગ્ન માટે 20 વર્ષની યુવતીનો ફોટો બતાવ્યો હતો. જેથી યુવાન લગ્ન માટે તૈયાર થયો હતો. જેથી તેની પાસેથી લગ્નના ખર્ચના નામેથી રૂ. 35 હજાર પણ લીધા હતા. યુવાનના પરિવારજનોએ લગ્નનું નક્કી કરીને કન્યાને મીઠાઈ સહિતની વસ્તુઓ પણ આપી હતી. યુવાનને લગ્ન માટે કાળી માતાજીના મંદિર ઉપર બોલાવવામાં આવ્યો હતો. જેથી યુવાન પોતાની માતા મંદિર ગયો હતો. જ્યાં લગ્નની વિધીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે યુવાનની માતાની નજર ઉપર કન્યા ઉપર પડી હતી. તેમજ જે કન્યા બતાવી હતી તેની જગ્યાએ 45 વર્ષની કોઈ મહિલા હોવાનું માલુમ પડતા તેમણે લગ્નનો ઈન્કાર કર્યો હતો. તેમજ પોલીસ સ્ટેશન જવાની વાત કરી હતી. જેથી મોટી સંખ્યામાં લોકો હથિયારો સાથે ઉમટી પડ્યાં હતા. માતા-દીકરો જીવ બચાવીને પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતા. જ્યાં સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
યુવકની માતા ઇન્દિરા દેવીએ કહ્યું કે ઠગોએ જબરદસ્તી મારા દિકરાના લગ્ન એક વયોવૃદ્ધ બે બાળકોની માતા સાથે કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે અમે ઇનકાર કર્યો તો તેઓ લાઠી-ડંડા લઇને અમને મારવાની ધમકી આપવા લાગ્યા અને અમારા પર હુમલો કરવા લાગ્યા હતા. જ્યારે આ સમગ્ર મામલો જોતા ઇટાવાના એસપી સિટી કપિલ દેવ સિંહે સ્પષ્ટતા કરી કે આ મામલે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
(PHOTO-FILE)