ઉત્તરપ્રદેશઃ પ્રિયંકા ગાંધીએ પાર્ટીને ગ્રાઉન્ડ લેવલ ઉપર વધારે મજબુત કરવાની રણનીતિ તૈયાર કરી
- સામાન્ય પ્રવાસીઓની જેમ ટ્રેનમાં કરી મુસાફરી
- અન્ય મુસાફરો સાથે કરી વાચચીત
- રેલવે સ્ટેશન ઉપર કુલીઓ સાથે કર્યો સંવાદ
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરીને રણનીતિ ઘડવામાં આવી છે. કોંગ્રેસ ખેડૂતોના પ્રશ્નોની સાથે નાના અને મધ્યમવર્ગની સમસ્યાઓને લઈને ચાલી રહી છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીની જવાબદારી નીભીવતા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખ્યાં છે અને તેઓ ખેડૂતો અને નાના અને મધ્યમ વર્ગના લોકોના સતત સંપર્કમાં રહે છે. હવે તેમણે રેલવે સ્ટેશન ઉપર કુલીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવીઓ સાથે મુલાકાત લઈને તેમની સમસ્યાઓ સાંભળ્યાં બાદ તેના નિકાલની ખાતરી આપી હતી. પ્રિયંકા ગાંધીએ ચૂંટણીપ્રચારમાં મોંઘી મોટરકાર અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાનું ટાળીને સામાન્ય પરિવહન સેવાનો ઉપયોગ કરીને સામાન્ય નાગરિકની જેમ પ્રવાસ કરવાની સાથે જનતા સાથેનો પોતાનો સંપર્ક સતત વધારી રહ્યાં છે. પ્રિયંકા ગાંધીની આ રણનીતિ લાંબા ગાળે પાર્ટીને ફળવાની શકયતાઓ છે.
(વધારે અને સરળતાથી રિવોઈ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ)
https://play.google.com/store/apps/details?id=com.revoinews
કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી રાતના લલિલપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં રવાના થયાં હતા. તેમણે સાબરમતી સ્પેશિયલ ટ્રેનમાં પ્રવાસ દરમિયાન અન્ય પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી. બુદેલખંડમાં ખેડૂતોની ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં હોવાના કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે. ગઈકાલે સવારે પ્રિયંકા ગાંધી લલિતપુર જવાના હતા. પરંતુ તેમણે કાર્યક્રમમાં ફેરફાર કરીને સામાન્ય પ્રવાસીઓની જેમ ટ્રેનમાં લલિતપુર જવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા તેમણે ચાર બાદ રેલવે સ્ટેશન ઉપર કુલીઓ સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ સાંભળી હતી. ગઈકાલે તેમણે શિક્ષક સંધની પણ મુલાત કરી હતી. એટલું જ નહીં તેમણે લખનૌમાં સામાન્ય જનતા અને વિવિધ સંગઠનો સાથે પણ ચર્ચા કરી હતી. પ્રિયંકા ગાંધીએ શિક્ષકો અને કર્મચારીઓને તેમના પડતર પ્રશ્નોને મુદ્દે સમર્થન આપ્યું છે. આમ પ્રિયંકા ગ્રાઉન્ડ લેવલ ઉપર કોંગ્રેસને ફરીથી મજબુત કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ ઉપરાંત 21મી ઓક્ટોબરમાં સીએમ યોગી આદિત્યનાથના હોમ ટાઉન ગોરખપુરમાં વિશાળ રેલી યોજીને સરકારને ઘેરવાના પ્રયાસ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના સિનિયર નેતાઓએ ઉત્તરપ્રદેશમાં ધામા નાખીને વિધાનસભાની ચૂંટણીની રણનીતિને આખરી ઓપ આપી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ આગામી દિવસોમાં સપા અને બસપા સહિતના રાજકીય પક્ષો સાથે ગઠબંધન કરે છે કે કેમ તે જોવાનું રહ્યું, જો કે, પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશને પોતાના ઘર બનાવી લઈને દરેક વર્ગ અને સમાજ સાથે વાર્તાલાપ કરી રહ્યાં છે.
(વધારે અને સરળતાથી રિવોઈ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ)