Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ મદરેસાઓમાં હવે અભ્યાસ પહેલા રાષ્ટ્રીય ગીત ફરજિયાત કરાયું

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશની મદરેસાઓમાં અભ્યાસ પહેલા રાષ્ટ્રગીત હવે ફરજીયાત કરવામાં આવ્યું છે. યુપી મદરેસા એજ્યુકેશન બોર્ડ કાઉન્સિલે આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ તમામ માન્ય, અનુદાનિત અને બિન-સહાયિત મદરેસાઓને લાગુ પડશે. વર્ગ શરૂ થતા પહેલા સવારની પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રગીત ગાવુ જરૂરી છે. રમઝાન અને ઈદની રજાઓ બાદ ગુરૂવાર એટલે કે આજથી તમામ મદરેસા ખુલી ગયા છે. મદરેસાઓમાં 14 મેથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

મદરેસામાં રાષ્ટ્રગીતનો નિર્ણય ઉત્તરપ્રદેશ મદરેસા એજ્યુકેશન કાઉન્સિલની 24 માર્ચે મળેલી બેઠકમાં લેવાયો હતો. રજિસ્ટ્રાર ઇન્સ્પેક્ટર એસએન પાંડે દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, સત્ર 2022-23 માટે શાળા ખુલ્યા બાદ જ રાષ્ટ્રગીત કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશ મદરેસા બોર્ડની પરીક્ષા 14 થી 23 મે દરમિયાન યોજાશે. લખનૌના જિલ્લા અલ્પસંખ્યક કલ્યાણ અધિકારી જગમોહન મારફતે પરીક્ષાનો કાર્યક્રમ તમામ મદરેસાઓને મોકલવામાં આવ્યો છે. જેમાં પરીક્ષાના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારીએ જણાવ્યું કે અરબી, ફારસીની 2022ની પરીક્ષા 14 મેથી શરૂ થશે. પ્રથમ શિફ્ટ સવારે 8 થી 11 અને સિનિયર સેકન્ડરી પરીક્ષા બપોરે 2 થી 5 દરમિયાન લેવામાં આવશે. તમામ મદરેસાઓને અહીં ભણતા વિદ્યાર્થીઓને ટાઈમ ટેબલ વિશે જણાવવા માટે કહેવામાં આવ્યું છે.

(Photo-File)