Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ મંડુવાડીહ સ્ટેશન હવે બનારસના નામથી ઓળખાશે

Social Share

વારાણસીઃ ભારતીય રેલવેએ કાશીવાસીઓને મોટી ભેટ આપી છે. મંડુવાડીહ સ્ટેશનનું નામ બદલીને બનારસ કરી દેવાયું છે. બનારસ રેલ ઈન્જર કારખાના નજીક પૂર્વોત્તર રેલવે અંતર્ગત આવતા આ સ્ટેશનના પ્લેટફોર્મથી લઈને મુખ્ય ભવન પર બનારસના નામના બોર્ડ પણ લગાવી દેવાયાં છે. નવા બોર્ડ હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને ઉર્દૂમાં બનારસ લખેલું છે.

 

મંડુવાડીહ રેલવે સ્ટેશનનું નામ બદલીને બનારસ કરવાની માંગણી ઘણા સમયથી હતી. આ અંગે વિચાર બાદ કેન્દ્ર સરકારએ નામ પરિવર્તનની મંજુરી આપી છે. આજ ક્રમમાં છ મહિના પૂર્વે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રેલવે મંત્રાલયએ મંડુવાડીહ રેલવે સ્ટેશનનું નામ બદલવાનો નિર્ણય કર્યો છે. આ સંબંધમાં સરકારમાં અનેક સ્તર પર જરૂરી કાર્યવાહી પુરી કરવામાં આવી છે.

રેલવે સ્ટેશનનું નામ બનારસ કરવાની મંજૂરી મળતાની સાથે જ નામ બદલી નાખવામાં આવ્યું છે. બોર્ડ ઉપર સંસ્કૃતમાં બનારસ લખવામાં આવ્યું છે. વારાણસીની સાથે કાશી અને બનારસ પણ ક્ષેત્રીય લોકાચારની ભાષામાં પ્રસિદ્ધ છે. પહેલા અહીં વારાણસી, કાશી અને વારાણસી સિટી નામના ત્રણ સ્ટેશન છે. જો કે, બનારસના નામ ઉપર કોઈ સ્ટેશન ન હતું.

મંડુવાડીહ સ્ટેશનને એરપોર્ટની જેમ બનાવવામાં આવ્યું છે. અહીં પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ મળે છે. પ્લેટફોર્મ સુધી કાર તથા અન્ય વાહનોને લઈ જવાની પણ સુવિધા ઉભી કરાઈ છે. નવા રૂપાંતરિત સ્ટેશનમાં વિશાળ વેટિંગરૂમ, એસ્કેલેટ સીડીઓ, સેલ્ફી પોઈન્ટ સહિતની સુવિધાઓ છે.

સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રાજધાની કાશીમાં મંડુવાડીહ સ્ટેશનનું નામ બહું ઓછા જાણે છે. હવે રેલવે સ્ટેશનનું નામ બદલવાથી પ્રવાસીઓને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.