Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ કોવિડ-19 પ્રોટોકોલ અને લોકડાઉન ભંગના 3 લાખથી વધારે કેસ પરત ખેંચાશે

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશની યોગી સરકારએ મોટો નિર્ણય જાહેર કર્યો છે. યોગી સરકારે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન કોવિડ પ્રોટોકોલ અને લોકડાઉન ઉલ્લંઘન સાથે જોડાયેલા લગભગ 3 લાખથી વધારે કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવાયો છે. જો કે, વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો સહિતના રાજકીય આગેવાનો સામે થયેલા કેસ પરત ખેંચવામાં નહીં આવે.

પ્રમુખ સચિવ ન્યાય પ્રમોદ કુમાર શ્રીવાસ્તવએ આ સંબંધમાં વિસ્તૃત દિશાનિર્દેશ જાહેર કર્યો છે. આપદા પ્રબંધ અધિનિયમ અને મહામારી અધિનિયમ તથા ભારતીય દંડ સંહિતાની કમલ હેઠલ નોંધાયેલા ગંભીર કેસની કલમોમાં સંબંધિત સમગ્ર પ્રદેશમાં લગભગ 3 લાખ જેટલા કેસ નોંધાયાં હતા. ઉત્તર પ્રદેશના મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારએ વિવિધ રાજ્યોને સલાહ આવી છે. કોવિડ-19 પ્રોટોકોલ અને ઉલ્લંઘનના કેસની સમીક્ષા કરીને પરત ખેંચવા અંગે વિચારણા કરવી જોઈએ. કેન્દ્ર સરકારના આ સૂચનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લંબાણપૂર્વકના વિચાર બાદ કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.