લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત મુખ્તાર અંસારીના જૂના સાગરિત મહેન્દ્ર જ્યસ્વાલની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને હત્યાઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. મહેન્દ્રની ગેંગવોરમાં હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, પોલીસ તપાસમાં જ હત્યાનું ચોકકસ કારણ સામે આવશે. હાલ અંસારી જેલમાં સજા ભોગલી રહ્યો છે.
તાજેતરમાં જ સીએમ યોગીએ અંસારી ઉપર કાનૂની ગાળીયો કસવાની સાથે લખનૌમાં તેની જમીન જપ્ત કરવામાં આવેશ આપ્યાં હતા. લખનૌના હુસેનગંજમાં અંસારીએ ખોટી રીતે એકત્ર કરેલા નાણાથી આ જમીન ખરીદી હતી. હવે સરકાર તેને જપ્ત કરી રહી છે. અંસારીએ વર્ષ 2007માં કરોડોની જમીન મફાતના ભાવમાં ખરીદીને નોંધણી કરાવી લીધી હતી. ઉત્તરપ્રદેશમાં વર્ષ 2017માં ભાજપની સરકાર બન્યા બાદ રાજ્યમાં માફિયાઓ અને બાહુબલીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ તેમની સંપતિ જપ્ત કરવાની પણ કાર્યવાહી કરાઈ રહી છે. એટલું જ નહીં અનેક માથાભારે શખ્સોના મકાન ઉપર બુલ્ડોઝર ફેરવી નાખવામાં આવ્યું છે.
(Photo-File)