ઉત્તરપ્રદેશ: જો હવે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું, તો રદ થઈ જશે ડ્રાઈવિંગ લાયસન્સ
- રોંગ સાઈડમાં ન ચલાવતા વાહન
- નહીં તો રદ થઈ જશે ડ્રાઈવિંગ લાયસન્સ
- ટ્રાફિક પોલીસના હવે કડક નિયમો
કાનપુર: શહેરો તથા હાઈવે પર થતા ટ્રાફિકના નિયમનો ભંગ રોકવા તથા નિયમોને તોડવા પર થતા અકસ્માતને રોકવા માટે ટ્રાફિક પોલીસ વધારે એક્શનમાં આવી છે. જાણકારી અનુસાર ટ્રાફિક પોલીસ નવા નિયમો લાવી છે. જેમાં રોંગ સાઈડમાં ગાડી ચલાવાના કારણે ડ્રાઈવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે. જો કે, ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરતા પહેલા ડ્રાઈવરને સુધરવાનો મોકો આપવામાં આવે છે.
ચલણ કાપ્યા બાદ પણ ડેરીંગબાજ ચાલકો સુધરવાનું નામ નથી લેતા.આવા ચાલકોને કાબૂમાં કરવા માટે ટ્રાફિક પોલીસ નવા નિયમો લાવી છે.
વધારે જાણકારી અનુસાર રસ્તાઓ પર ખતરનાક રીતે વાહન ચલાવવું ન ફક્ત વાહનચાલક માટે પણ બીજા લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઉતાવળ કરવામાં રોંગ સાઈડમાં પણ અમુક લોકો ગાડી ચલાવતા હતા. જેની ખરાબ અસર ઘણી વાર અન્ય લોકોને પણ ભોગવવી પડતી હોય છે.
વિતેલા બે મહિનામાં ગાજિયાબાદ પોલીસે 5 હજારથી પણ વધારે લોકોના ચલણ કાપ્યા છે. ત્યારે આવા સમયે ગાજિયાબાદની ટ્રાફિક પોલીસે જિલ્લામાં આ નિયમ લાગૂ કરી દીધો છે, જેમાં ચાલક ત્રણ વાર રોંગ સાઈડમાં ગાડી ચલાવતા પકડાયા તો તેમનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ થઈ જશે. ગાજિયાબાદ ટ્રાફિક પોલીસનું કહેવું છે કે, તેન લઈને આરટીઓ સાથે વાત પણ થઈ ગઈ છે અને જિલ્લામાં આ નવા નિયમને લાગૂ કરી દેવામાં આવ્યો છે.