Site icon Revoi.in

મંકીપોસક્સને લઈને ઉત્તરપ્રદેશ બન્યું સતર્ક – વિદેશથી આવતા લોકો પર રખાઈ રહી છે ખાસ નજર

Social Share

લખનૌઃ- દેશમાં મંકીપોસ્કનો પ્રથમ કેસ નોંધાતાીન સાથે જ કેન્દ્દર સરકારે એડવાઈઝરી જારી કરી હતી , જો કે કેન્દ્ર સિવાય અનેક રાજ્યો મંકીપોક્સના કહેરને લઈને સતર્ક બન્યા છે જેમાં ઉત્તરપ્રદેશ રાજ્ય ખાસ આ બાબતે અનેક પલગા લઈ રહ્યું છે.

ઉત્તર પ્રદેશમામં મંકીપોક્સને લઈને રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે સરહદી જિલ્લાઓમાં વિશેષ દેખરેખ રાખવા સૂચના આપી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ પણ સોમવારે આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરશે.વિશ્વભરમાં લગભગ ચાર મહિનાથી મંકીપોક્સના દર્દીઓ જોવા મળી રહ્યા છે.

વિદેશથી આવતા લોકોની સધન દેખરેખ કરાશે

આરોગ્ય વિભાગે તમામ સીએમઓને લક્ષણોવાળા દર્દીઓ વિશે માહિતી આપવા અને નમૂના એકત્રિત કરવા તૈયારીઓની સૂચના આપી છે. આ સાથએ જ કહેવામાં આવ્યું છે કે જ્યાં પણ કોઈ વ્યક્તિ વિદેશ યાત્રા કરીને  પરત ફરે છે, તેને અન્ય લોકોથી અલગ રાખવામાં આવે. જો વિદેશથી પરત ફરેલા લોકોમાં લક્ષણો જોવા મળે છે, તો તેમની તાત્કાલિક તપાસ કરવી જોઈએ. જો વિદેશ પ્રવાસેથી પરત ફરી રહેલી વ્યક્તિ મંકીપોક્સથી સંક્રમિત દર્દીના સંપર્કમાં આવી હોય અને તેના લક્ષણો હોય તો તેને તાત્કાલિક આઈસોલેટ કરવા સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગ બન્યું સતર્ક