1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં હવે પીએમ મોદીની હશે મહત્વની ભૂમિકા  -31 તારીખે પ્રથમ વર્ચ્યૂલ રેલી યોજાશે
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં હવે પીએમ મોદીની હશે મહત્વની ભૂમિકા  -31 તારીખે પ્રથમ વર્ચ્યૂલ રેલી યોજાશે

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં હવે પીએમ મોદીની હશે મહત્વની ભૂમિકા  -31 તારીખે પ્રથમ વર્ચ્યૂલ રેલી યોજાશે

0
Social Share
  • પીએમ મોદી સંભાળશે યુપી ચૂંટણીની કમાન
  • 31 તારીખે પ્રથમ વર્ચ્યૂએલ રેલી યોજાશે

 

લખનૌઃ-  દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભઆની ચૂંટણીના તારીખો નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણીની તૈયારીઓ પણ તડામાર ચાલી રહી છે,તો બીજી તરફ પોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી ભાજપ માટે તેમની પ્રથમ વર્ચ્યુઅલ રાજકીય રેલીને સંબોધિત કરશે.

આ રેલી દરમિયાન, પ્રથમ તબક્કામાં મતદાનના જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કોવિડ-19ના વધતા કેસોને કારણે ચૂંટણી પંચે 31 જાન્યુઆરી સુધી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે. જો ચૂંટણી પંચ આ પ્રતિબંધને લંબાવશે તો વડા પ્રધાન સમાન વર્ચ્યુઅલ રેલીઓને સંબોધિત કરી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 31 જાન્યુઆરીએ રેલીનું આયોજન એ રીતે કરવામાં આવશે કે તે એક સમયે પશ્ચિમ યુપી ક્ષેત્રના ઓછામાં ઓછા ચારથી પાંચ જિલ્લાઓને આવરી લેવાશે. પ્રારંભિક યોજના મુજબ, આ રેલી સહારનપુર, બાગપત, શામલી, મુઝફ્ફરનગર અને ગૌતમ બુદ્ધ નગર જેવા જિલ્લાઓને આવરી લેશે.

આ રેલી દ્વારા લગભગ 21 વિધાનસભા મતવિસ્તારો સુધી પહોંચવાની યોજના ધરાવે છે. જો કે, તેને ગોઠવવા માટેનો ડ્રાફ્ટ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે.આથી વધુ  સૂત્રોએ જણાવ્યું કે આ જિલ્લાઓમાં પીએમની વર્ચ્યુઅલ રેલી માટે દરેક બીજેપી મંડળ પાસે એલઇડી સ્ક્રીન હશે. લગભગ 500 લોકોને એક એલઈડી સ્ક્રીન પર લાવવાનું લક્ષ્ય છે. આ રીતે, પાર્ટી એલઈડી સ્ક્રીન દ્વારા વર્ચ્યુઅલ રેલીમાં લગભગ 50 હજાર  લોકો સુધી પહોંચવાની યોજના ધરાવે છે.આ સાથે જ પીએમ મોદીનું ભાષણ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code