Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ: પીએમ મોદી 20-21 નવેમ્બરના દિવસે DGP કોન્ફરન્સમાં હાજરી આપશે

Social Share

લખનઉ :ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે, તમામ પક્ષ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે પીએમ મોદીનો ઉત્તરપ્રદેશ પ્રવાસ નક્કી થયો છે. વાત એવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20-21 નવેમ્બર 2021ના રોજ લખનઉના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની 56મી કોન્ફરન્સમાં હાજરી આપશે.

2014થી વડાપ્રધાનએ ડીજીપી કોન્ફરન્સમાં ઊંડો રસ લીધો છે. અગાઉની સાંકેતિક હાજરીથી વિપરીત, તેઓ કોન્ફરન્સના તમામ સત્રોમાં હાજરી આપવાના છે અને સ્વતંત્ર અને અનૌપચારિક ચર્ચાઓને પ્રોત્સાહિત કરશે, જે ટોચના પોલીસ અધિકારીઓને મુખ્ય મુદ્દાઓ અને દેશને અસર કરતા આંતરિક સુરક્ષા મુદ્દાઓ પર પ્રધાનનમંત્રી સીધા જ સંપર્ક કરવાની તક પૂરી પાડશે.

બે દિવસીય કોન્ફરન્સ હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપી અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ અને કેન્દ્રીય પોલીસ સંગઠનો લખનૌના સ્થળે ભૌતિક રીતે કોન્ફરન્સમાં હાજરી આપશે, જ્યારે બાકીના આમંત્રિતો આઈબી/એસઆઈબી હેડક્વાર્ટર ખાતે 37 જુદા જુદા સ્થળોએથી વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. આ કોન્ફરન્સમાં સાયબર ક્રાઈમ, ડેટા ગવર્નન્સ, કાઉન્ટર ટેરરિઝમના પડકારો, ડાબેરી ઉગ્રવાદ, નાર્કોટીક્સની હેરફેરમાં ઉભરતા વલણો, જેલ સુધારણા સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની આ પ્રકારની મુલાકાતથી તેની સકારાત્મક અસર આવનારા સમયની ચૂંટણી પર પણ જોવા મળી શકે છે. સૂત્રોના કહેવા અનુસાર પીએમ મોદી સ્પીચ પણ આપી શકે છે અને દેશને સંબોધી શકે છે.