Site icon Revoi.in

દેશની વાયુસેનાને મદદરુપ થશે ઉત્તરપ્રદેશ, પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર બનાવાઈ હવાઈ પટ્ટી

Social Share

ઉત્તરપ્રદેશમાં હાલમાં ચાલી રહેલા એક્સપ્રેસ વે નિર્માણ કાર્યની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ત્યાં બની રહેલ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર 3,300 મીટર લાંબો રનવે બનાવવામાં આવ્યો છે. આ સાથે ઉત્તરપ્રદેશ દેશનું પહેલું એવું રાજય બન્યું છે, જેના બે એક્સપ્રેસવે પર એરફોર્સના વિમાન ઉતરી શકે અને ટેકઓફ કરી શકે તેવો રનવે બનાવવામાં આવ્યો છે. તેની મદદથી ફાઇટર પ્લેન ઇમરજન્સી લેન્ડિંગ પણ કરી શકે છે.

યુપી સરકારના અધિક મુખ્ય સચિવ અવનીશકુમાર અવસ્થીએ કહ્યું કે, પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. એક્સપ્રેસ વે પર કુરેભર નજીક 3,300 મીટર રનવેનું કામ પૂર્ણ થઈ ગયું છે. અહીં પણ કટેગિરિના એરક્રાફ્ટને લેન્ડ કરવામાં આવી શકાય છે. ટૂંક સમયમાં ભારતીય વાયુસેના તેનું પરીક્ષણ કરશે.

યુપીમાં પહેલી હવાઈ પટ્ટી લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર બનાવવામાં આવી હતી. હવે બીજો પૂર્વાંચલ એક્સપ્રેસ વે તૈયાર છે. બંને હવાઈ પટ્ટી માં ઇમર્જન્સી લેન્ડિંગ છે. અને ટેક ઓફની પણ વ્યવસ્થા છે. લખનઉ-આગ્રા એક્સપ્રેસ વેની હવાઈ પટ્ટી પર ભારતીય વાયુસેનાએ મિરાજ 2000, જગુઆર, સુખોઇ 30 અને સુપર હર્ક્યુલીસ વિમાન ઉતરાણ દ્વારા પરીક્ષણ કર્યું હતું. આ એક્સપ્રેસની મદદથી સમગ્ર ઉત્તર યુપીને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ભારતીય વાયુ સેનાના હિંડન અને આગ્રા એરબેઝ જો જરૂર પડે તો આ એક્સપ્રેસવેનો હવાઈ પટ્ટી તરીકે ઉપયોગ કરી શકશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,જો ચીન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુદ્ધ થાય છે,તો આ હવાઈ પટ્ટીઓ પણ મહત્વની ભૂમિકા ભજવશે.

-દેવાંશી