Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ ઉચ્ચ અધિકારીની મોટરકારમાંથી દોઢ કરોડની રોકડ રકમ પકડાઈ

Social Share

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનના ડે. ડાયરેક્ટર ડી.પી.સિંહની ગાડીમાંથી કરોડો રૂપિયા મળી આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં ડીપીસિંગની સફેદ રંગની કારમાં કાનપુર જઈ રહ્યાં છે. પોલીસે રોકડ રકમ જપ્ત કરીને ડીપી સિંહની પૂછપરછ આરંભી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રોકડ સાથે ઝડપાયેલા ડેપ્યુટી ડાયરેક્ટર ડી.પી.સિંહને સરોજનીનગર પોલીસ સ્ટેશન લઈ જવાયાં હતા. જ્યાં તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછ બાદ આવકવેરા વિભાગની તપાસ ટીમ પણ તપાસ શરૂ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર કાનપુર રોડ પર ચેકીંગ દરમિયાન ડેપ્યુટી ડાયરેક્ટરની મોટરકાર અટકાવવામાં આવી હતી અને તપાસ કરવામાં આવતા અંદરથી લગભગ રૂ. દોઢ કરોડની રકમ જપ્ત કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ઉચ્ચ અધિકારીઓ આટલી મોટી રકમ ક્યાંથી અને કેવી રીતે લાવ્યાં તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.