Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના સપાના પૂર્વમંત્રી ઓમપ્રકાશ રાજભર NDA માં સામેલ – ગૃહમંત્રી શાહે આવકાર્યા

Social Share

 

દિલ્હીઃ- ઉત્તરપ્રદેશ રાજકરણમાંથી મોચટા સમાચાર સામે આવી રહ્યા છે જેનામ સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે   ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર ફરી  એનડીએમાં સામેલ થયા છે તેમણે સપાનો સાથ છોડ્યો છે.

એનડીએમાં સામેલ થવા બદલ ગૃહમંત્કેરી શાહે તેમનું સ્વાગત પણ કર્યુ છે.

ગૃહમંત્રી  અમિત શાહે ટ્વીટ કરીને ઓમપ્રકાશ રાજભરનુંસ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે રાજભરના ગઠબંધનમાં જોડાવાથી ગરીબો અને દલિત લોકોના કલ્યાણ માટે થઈ રહેલા પ્રયાસોને વધુ બળ મળશે. બીજી તરફ ઓપી રાજભરે પણ લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી.

ગૃહમંત્રી શાહે કહ્યું કે રાજભરના આગમનથી ઉત્તર પ્રદેશમાં એનડીએ વધને વ ધુ મજબૂત થશે અને પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ દ્વારા ગરીબો અને વંચિતોના કલ્યાણ માટે થઈ રહેલા પ્રયાસોને વધુ બળ મળશે.

ઉલ્લેખનીય છે કે  ઘણા સમયથી રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે ઓપી રાજભર ફરી ભાજપ સાથે જશે. આવી સ્થિતિમાં ભાજપ સાથે ગઠબંધનની અટકળો પર પૂર્ણવિરામ મુકતા સુભાસ્પાના પ્રમુખ ઓમપ્રકાશ રાજભરે શનિવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત લગભગ દોઢ કલાક ચાલી હતી આ બેઠક બાદ હવે ભાજપ સાથે સુભાસ્પાનું ગઠબંધન નિશ્ચિત થઈ ગયું છે.