- યુપીમાં પણ 14 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ
- નાઈટ કર્ફ્યૂનો ટાઈમ પણ વધારાયો
લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે.જેને લઈને અનેક રાજ્યો સતર્ક બન્યા છે ,નાઈટ કર્ફ્યૂ તેમજ કેટલાક પ્રતિબંધો પણ લાગૂ કર્યા છે ત્યારે હવે ઉત્તરપ્રદેશની સરકારે પણ શાળાઓમાં 14 જાન્યુઆરી સુધી રજાઓ જાહેર કરી દીધી છે આ સાથે જ લગ્ન પ્રસંગમાં મર્યાદીત સંખ્યાને જ મંજૂરી આપવામાં આવશે.
યુપીમાં કોરોનાના જોખમને જોતા ધોરણ 10 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓને 14 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે. યોગી આદિત્યનાથ સરકારે પણ આ નિર્ણય લીધો છે. યુપીના જે જિલ્લાઓમાં કોરોનાના માત્ર 1 હજાર એક્ટિવ કેસ જશે ત્યાં સિનેમા, જિમ, સ્પા, બેન્ક્વેટ હોલ, રેસ્ટોરન્ટ માત્ર 50 ટકા ક્ષમતાથી જ ચલાવી શકાશે.
યુપીમાં આ સાથે રાત્રિ કર્ફ્યુનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. યુપીમાં કોરોનાને જોતા નાઇટ કર્ફ્યુ હવે 6 જાન્યુઆરીથી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. આ પહેલા તે રાત્રે 11 વાગ્યાથી લાગુ થતો હતો.
યુપીના જે જિલ્લામાં કોરોનાના 1000 એક્ટિવ કેસ હશે, ત્યાં માત્ર 100 લોકોને જ લગ્નમાં સામેલ થવા દેવામાં આવશે. જો કે, તેમની સંખ્યા કોઈપણ સંજોગોમાં 200 થી વધુ ન હોવી જોઈએ. યુપીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 992 કેસ નોંધાયા છે.જ્યારે સમગ્ર રાજ્યમાં 3173 એક્ટિવ કેસ જોવા મળે છે.
મંગળવારે, યુપીમાં કોવિડના 992 નવા કેસ નોંધાયા, સોમવારે યુપીમાં 572 કોરોના કેસ જોવા મળ્યા. યુપીમાં, કોવિડ સંક્રમણના સક્રિય દર્દીઓની સંખ્યા 3178 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થયું નથી.જો કે હવે વધતા કેસોને અટકાવવા .ુપી સરકાર એલર્ટ બની છે.