લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિજિલન્સની ટીમે અપ્રમાણસરની મિલકત પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ શરૂ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન આજે પાંચ ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાન ઉપર વિજિલન્સની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવતા સરકારી અધિકારી-કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
અપ્રમાણસર સંપત્તિના કેસમાં વિજિલન્સ ટીમે UP જલ નિગમના એકમ C&DS (બાંધકામ અને ડિઝાઇન સેવાઓ) ના અધિકારીઓના પરિસરમાં દરોડા પાડ્યા છે. વિજિલન્સની ટીમે ઈન્દિરા નગર, ગોમતી નગર અને વિકાસ નગરમાં દરોડા પાડ્યા હતા. વિજિલન્સની ટીમ એક સાથે પાંચ અધિકારીઓ નિવાસસ્થાન સહિતના સ્થળોએ પહોંચી હતી. આ મુદ્દે અત્યાર સુધીમાં 11 કેસ નોંધાયા છે.
વિજિલન્સ ટીમે મદદનીશ ઈજનેર અને પ્રોજેક્ટ મેનેજર રાઘવેન્દ્ર કુમાર ગુપ્તા, અધિક્ષક ઈજનેર (મુખ્ય) સત્યવીર સિંહ ચૌહાણ, અધિક્ષક ઈજનેર અજય રસ્તોગી, પ્રોજેક્ટ મેનેજર અને મદદનીશ ઈજનેર કમલકુમાર ખરબંદા અને મદદનીશ ઈજનેર અને પ્રોજેક્ટ મેનેજર કૃષ્ણ કુમાર પટેલના સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
(PHOTO-FILE)