નવી દિલ્હીઃ સૈન્ય અને SDRFએ દહેરાદૂનના ચૌખંભા શિખર પર ફસાયેલા વિદેશી પર્વતારોહકોને બચાવ્યા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ચૌખંભા-તીન પર્વતની 6 હજાર 15 મીટરની ઊંચાઈએ ફસાયેલા વિદેશી પર્વતારોહકોને, આખરે રવિવારે રેસ્ક્યૂ ટીમે શોધી કાઢ્યા હતા અને સેનાએ તેમને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે જોશીમઠ પહોંચાડ્યા હતા.
બે પર્વતારોહકો 11 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબર સુધી ચૌખંભા-તીન પર્વત પર પર્વતારોહણ કરવા જઈ રહ્યા હતા, પરંતુ કેટલીક મુશ્કેલીઓને કારણે રસ્તામાં જ અટવાઈ ગયા હતા.અમેરિકાના વિદેશી મહિલા પર્વતારોહક મિશેલ થેરેસા અને બ્રિટનના થૈજેન મેનર્સ, રસોઈયા અને કુલી સાથે ચમોલી જિલ્લાના ચૌખંભા-તીન પર્વતની 7 હજાર 974 મીટરની ઊંચાઈએ, ઇન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશનના પર્વતારોહણ માટે ગયા હતા.