દિલ્હીઃ ઉત્તરાખંડના ઉધમસિંહનગરમાં કાશીપુર સ્થિત આઈઆઈએમની બે વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી સહિત પાંચ વ્યક્તિઓ પોઝિટિવ આવ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. આરોગ્ય વિભાગની ટીમએ આઈઆઈએમએ તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અને સ્ટાફની સેંપલિંગ શરૂ કરી દીધી છે. કાશીપુરમાં જુલાઈમાં આરટીપીસીઆર ટેસ્ટમાં બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સંક્રમણ અટકી ગયું હતું. જેથી જનજીવન પણ પાટે ચડ્યું હતું. લાંબા સમયથી કાશીપુરમાં શાંત રહેલો કોરોના ફરી એકવાર માથુ ઉચકી રહ્યું છે.
કોરોના નોડલ અધિકારી ડો. અમરજીત સાહનીએ કહ્યું હતું કે, 29મી ડિસેમ્બરના રોજ મોહલ્લા કટોરાતાલ વિસ્તારમાં રહેતા અને આઈઆઈએમના 21 વર્ષિય વિદ્યાર્થી સંક્રમિત થયો હતો. જ્યારે 20મી ડિસેમ્બરના રોજ આઈઆઈએમની બે વિદ્યાર્થિનીઓ પણ સંક્રમિત મળી આવી હતી. આ ઉપરાંત સૈનિક કોરોનીમાં રહેતા 50 વર્ષિય મહિલા અને માતા મંદિર નજીક રહેતા પ્રોઢ પણ કોરોના સંક્રમિત મળી આવ્યાં હતા. ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા પ્રૌઢ તાજેતરમાં દિલ્હી ગયા હતા. મહિલા સહિત બે વ્યક્તિઓ પણ કોરોના સંક્રમિત થતા ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે.
(PHOTO-FILE)