ઉત્તરાખંડઃ ઉત્તરકાશીમાં આભ ફાટ્યું,તબાહીના દ્રશ્યો સર્જાયાઃ- મકાન ધરાશયી થતા 3 લોકોના મોત
- ઉત્તરાખંડમાં આભ ફાટ્યું
- મકાન ઘરાશયીની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા
- ઉત્તરકાશીમાં વરસાદનો કરહેર
દેહરાદૂનઃ-સમગ્ર દેશભરમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે દેશના પહાડી રાજ્યોમાં વરસાદે પોતાનો કહેર બતાવાનું ચાલુ કર્યું છે,ઉત્તરાખંડમાં વરસાદના આગમનને લઈને અનેક નદીઓના દળસ્તર વધવાની તૈયારીમાં છે.જેને લઈને લોકોમાં ભય જોવા મળશે છએ, રાજ્યના શહેર ઉત્તરકાશીમાં રવિવારથી જ વરસાદે કહેર વરસાવાનું શરુ કર્યું છે,જેને લઈને અનેક વિસ્તારોમાં ભૂસલ્ખલનની ઘટનાઓ બનવા પામી છે.
વરસાદ કારણે અનેક વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયા હતા. આકાશી આફતને લઈને ભાગીરથી નદીથી લઈ સ્થાનિક નદી નાળાઓ પણ છલકાઈ ગયા હતા. વરસાદના તાંડવને કારણે માંડો. નિરાકોટ, પનવાડી અને કંકરાડીમ વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા હતા,અનેક ગામો ટાપૂમાં ફેરવાયા હતા.જેમાં ઘણા ગરો ઘરાશયી થવાની ઘટના પણ બનવા પામી છે, એક ઘટનામાં 3 લોકોનાં મોતના સમાચાર સામે આવી રહ્યા છે,તો અનેક લોકો કાટમાળમાં ફસાયા રહોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે હાલ આ લોકોને બહાર કાઢવા માટેની બચાવગીરી કરવામાં આવી રહી છે.
આ મામલે ઉત્તરાખંડના સીએમએ ટ્વિટ કરીને સરગ્રસ્ત લોકો માટે પ્રાર્થના કરી હતી,અને તંત્રને પ્રાથમિકતાના ઘોરણે બચાવ કાર્ય કરવાના નિર્દેશ જારી કર્યા હતા.આ સમગ્ર મામલે ઉત્તરાખંડનાં સીએમ પુષ્કરસિંહ ધામીએ વિસ્તારનાં કલેક્ટર સાથે વાત કરીને રાહતબચાવ કામગીરી પુરજોશમાં કરવાના પણ આદેશ આપ્યા છે.
रविवार शाम उत्तरकाशी जनपद के ग्राम कंकराड़ी, मांडों में अतिवृष्टि/बादल फटने की दुःखद घटना हुई है। जिला प्रशासन, एसडीआरएफ, पुलिस मौके पर पहुँच गयी है। डीएम को राहत और बचाव कार्य शीर्ष प्राथमिकता पर करने के निर्देश दिए हैं। ईश्वर से प्रभावितों की कुशलता की कामना करता हूँ।
— Pushkar Singh Dhami (@pushkardhami) July 18, 2021
પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તરકાશીના માંડો ગામનાં અનેક મકાનમાં પાણી ભરાયા હતા ત્યાર બાદ આ ઘર જદમીનદોસ્ત થયું હતું, આ ઘટનાને લઈને મકાનના કાટમાળમાં દબાઈ જવાથી 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.ત્યારે હાલ વહિવટ તંત્ર દ્રારા ફયાસેલા લસોકોને બચાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, અનેક જગ્યાઓ પર પાણી ભરાતા વાહનો પણ પાણીમાં તણાયા હતા તથા અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા હતા.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આવનારા 24 કલાકમાં દેહરાદુન, હરિદ્વાર, નૈનીતાલ અને પૌડી જેવા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.જેને લઈને તંત્ર પણ સજ્જ કરવામાં આવ્યું છે.