Site icon Revoi.in

ઉત્તરાખંડઃ નવા મુખ્યમંત્રી ધામીના મંત્રીમંડળમાં ધનસિંહ રાવત સૌથી વધારે શિક્ષિત

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં આજે પુષ્કરસિંહ ધામી અને તેમના કેબિનેટ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યાં હતા. પુષ્કર ધામી અને તેમના મંત્રીમંડળના મોટાભાગના મંત્રીઓ શિક્ષિત છે. ધનસિંહ રાવતે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે ગણેશ જોશીએ સૌથી ઓછો ધો-10 સુધી અભ્યાસ કર્યો છે.

ઉતરાખંડના મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ તમામ મંત્રીઓ કરોડપતિ છે. પ્રથમ વખત મંત્રી બનેલા ચંદન રામ દાસ પાસે સૌથી ઓછી રૂ. 1.24 કરોડની સંપતિ છે. સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રીઓમાં સુબોધ ઉનિયાલ બીજા અને ધન સિંહ રાવત ત્રીજા નંબરે છે. ઉનિયાલ પાસે કુલ રૂ. 1.61 કરોડની સંપત્તિ છે અને ધનસિંહ રાવત પાસે રૂ. 2.67 કરોડની સંપત્તિ છે. સૌથી અમીર મંત્રી સતપાલ મહારાજ છે, જે ચૌબત્તાખાલથી જીત્યા હતા. મહારાજની કુલ સંપત્તિ 87.34 કરોડ રૂપિયા છે. ધામીની કેબિનેટની એકમાત્ર મહિલા મંત્રી રેખા આર્ય પાસે 25.20 કરોડની સંપત્તિ છે. સૌથી અમીર મંત્રીઓમાં રેખા બીજા ક્રમે છે. ધામી કેબિનેટની સરેરાશ સંપત્તિ 16 કરોડ રૂપિયા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે 3.34 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

ધામી કેબિનેટની સરેરાશ ઉંમર 55.9 વર્ષ છે. મુખ્યમંત્રી ધામી સહિત ત્રણ મંત્રીઓની ઉંમર 50 વર્ષથી ઓછી છે. જ્યારે કેબિનેટના એકમાત્ર મહિલા મંત્રી રેખા આર્ય અને સૌરભ બહુગુણા 43 વર્ષના છે અને મુખ્યમંત્રી ધામી 46 વર્ષના છે. 50 થી 60 વર્ષના મંત્રીઓમાં માત્ર 52 વર્ષીય ધન સિંહ રાવત જ છે. બાકીના પાંચ મંત્રીઓની ઉંમર 60 વર્ષથી ઉપર છે. કેબિનેટમાં સૌથી ધનિક મંત્રી હોવા ઉપરાંત સતપાલ મહારાજ સૌથી વૃદ્ધ મંત્રી પણ છે. મહારાજની ઉંમર 70 વર્ષની છે. ગણેશ જોશી કેબિનેટમાં સૌથી ઓછા શિક્ષિત મંત્રી છે. જોષી માત્ર 10મું પાસ છે. સતપાલ મહારાજ 12મું પાસ છે. ચંદન રામ દાસ સ્નાતક છે. જ્યારે મુખ્યમંત્રી સહિત ચાર મંત્રીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. ધન સિંહ રાવત કેબિનેટમાં સૌથી વધુ શિક્ષિત મંત્રી છે. રાવતે પીએચડી કર્યું છે. આવી જ રીતે સૌરભ બહુગુણાએ એલએલબી કર્યું છે.