ઉતરાખંડ: ટનલની અંદર ફસાયેલા કામદારોની પ્રથમ તસવીર આવી સામે,તમામ કામદારો સુરક્ષિત
- ટનલની અંદર ફસાયેલા કામદારોની પ્રથમ તસવીર સામે આવી
- તસ્વીરમાં તમામ કામદારો દેખાઈ સુરક્ષિત
- બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવી
દહેરાદૂન: સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે 24 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તે જ સમયે, ટનલની અંદર ફસાયેલા કામદારોની પ્રથમ તસવીર સામે આવી છે. તસ્વીરમાં તમામ કામદારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે.અમેરિકન ઓગર મશીન વડે સિલ્ક્યારા ટનલમાંથી એસ્કેપ ટનલ બનાવવાનું કામ ફરી શરૂ થવાનું છે. દિલ્હીની મિકેનિકલ ટીમે અમેરિકન ઓગર મશીનના પાર્ટસ બદલી નાખ્યા છે અને મશીનને ઓપરેટ કરવાની તૈયારી ચાલી રહી છે.
ભૂસ્ખલનના કાટમાળમાં છ પાઇપ નાખવામાં આવ્યા બાદ પ્રથમ વખત કામદારોને નક્કર ખોરાક પહોંચાડવામાં આવ્યો હતો. આ સાથે પાઇપ દ્વારા કેમેરા પણ મોકલવામાં આવ્યો હતો. જેના કારણે ટનલની અંદરની તસવીર સામે આવી છે. પ્રથમ વખત કામદારોની તસવીર સામે આવી છે. જે કામદારો અંદર ફસાયા છે. તેમણે અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને અધિકારીઓએ તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી છે.
તે જ સમયે, રાત્રિ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેલ્પ ડેસ્ક પર કર્મચારીઓ તૈયાર જોવા મળ્યા હતા.પરંતુ એનએચઆઈડીસીએલના કંટ્રોલ રૂમમાં માત્ર એક બાજુનો ઈજનેર હાજર જોવા મળ્યો હતો. કંટ્રોલરૂમના ઇન્ચાર્જ ઉપરાંત અન્ય જવાબદાર અધિકારીઓ કંટ્રોલરૂમમાં જોવા મળ્યા ન હતા.