Site icon Revoi.in

ઉત્તરાખંડઃ કથિત વન કૌભાંડ મામલે પૂર્વ મંત્રી હરકસિંહ રાવતની સામે કાનૂની ગાળિયો કસાયો, ઈડીના દરોડા

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ ED એ મોટી કાર્યવાહી કરી છે. ED એ હરક સિંહના ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. ઉત્તરાખંડથી લઈને દિલ્હી અને ચંદીગઢમાં દરોડા પાડવામાં આવ્યા છે. તો ત્રણ રાજ્યોમાં 16થી વધુ સ્થળો પર EDનું સર્ચ ચાલી રહ્યું છે.. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDની આ કાર્યવાહી બે અલગ-અલગ કેસમાં કરવામાં આવી રહી છે.

એક કેસ જંગલની જમીન સાથે સંબંધિત છે અને બીજો અન્ય જમીન કૌભાંડ સાથે સંબંધિત છે. ગત વર્ષે ઓગસ્ટમાં વિજિલન્સ વિભાગે કોંગ્રેસ નેતા હરક સિંહ રાવત વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી.. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઈડીની ફરિયાદ પર દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. ED એ દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં કેન્દ્રીય એજન્સીના સમન્સનું પાલન ન કરવા બદલ કેજરીવાલ સામે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ED એ દિલ્હીના મુખ્યમંત્રીને પાંચ સમન્સ મોકલ્યા હતા પરંતુ, કેજરીવાલ હાજર થયા ન હતા.