ઉત્તરાખંડ:ધૂળેટી રમીને પરત ફરી રહેલા ચાર યુવકોના રોડ અકસ્માતમાં મોત,10 ઘાયલ
- ઉત્તરાખંડમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો
- ચાર યુવકોના રોડ અકસ્માતમાં મોત, 10 ઘાયલ
- ધૂળેટી રમીને પરત ફરતી વેળાએ બની ઘટના
દહેરાદૂન:ઉત્તરાખંડના પૌડી જિલ્લાના પૈઠાણી વિસ્તારમાં ગુરુવારે એક ટેક્સી બેકાબૂ થઈને ઊંડી ખીણમાં પડી જતાં ચાર યુવકોના મોત થયા હતા જયારે અન્ય 10 લોકો ઘાયલ થયા હતા.પૌડી પોલીસ ઓફિસર પ્રેમલાલ ટમટાએ જણાવ્યું હતું કે,બપોરે 3.30 વાગ્યે અકસ્માત થયો ત્યારે કારમાં 14 લોકો સવાર હતા.
તેણે જણાવ્યું કે,પૌડી સરહદ પર સ્થિત ચમોલી જિલ્લાના બિસૌના ગામના કેટલાક લોકો ધૂળેટી રમવા માટે બે ટેક્સીઓમાં પૌડી જિલ્લાના પૈઠાણી આવ્યા હતા.ધૂળેટી રમીને પોતાના ગામ પરત ફરતી વખતે એક ટૅક્સી, ક્ષમતા કરતાં વધુ હોવાને કારણે રસ્તા પરથી લપસી ગઈ અને લગભગ 70 મીટર નીચે ઊંડી ખીણમાં પડી.
પોલીસના જણાવ્યા અનુસાર, હોલ્યારોની ટોળીથી ભરેલું એક મેક્સ વાહન બેકાબૂ થઈને પૈઠાણી-કર્ણપ્રયાગ મોટર રોડ પર ચુઠાણી બેન્ડ પાસે ઊંડી ખીણમાં પડી ગઈ.અકસ્માતની જાણ થતાં પૈઠાણી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી.