- ભારત-ચીન સીમા પાસે ગ્લેશિય તૂટવાની ઘટના
- ઘટનામાં 8ના મોત, અનેક લોકોને સુરક્ષિત બચાવાયા
દિલ્હીઃ-ઉત્તરાખંડના ચમોલી જિલ્લાને અડીને આવેલ ભારત-ચીન સીમા વિસ્તાર સુમનામાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન કેમ્પ નજીક ગ્લેશિયર મલારી-સુમના માર્ગમાં તૂટી પડ્યો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના કમાન્ડર કર્નલ મનીષ કપિલ દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી છે.
ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવતે આ મામલે જણાવ્યું છે કે, ગૃહ મંત્રી અમિત શાહે નીતી ઘાટીમાં સુમના ખાતે ગ્લેશિયર તૂટવાની ઘટનાની તાત્કાલિક નોંધ લીધી છે અને મદદની ખાતરી આપી છે સાથે સાથે આઇટીબીપીને પણ સતર્ક રહેવા આદેશ આપ્યો છે.
મુખ્ય મંત્રી શનિવારે સવારે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાને આપત્તિગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ સમય દરમિયાન કહેવામાં આવ્યું હતું કે આપત્તિગ્રસ્ત વિસ્તારમાં બરફનો મોટો જથ્થો છે. બીઆરઓ રસ્તો ખોલવાની તૈયારીમાં જોતરાયા છે. મુખ્યમંત્રીએ સૈન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
સેના શુક્રવારની રાતથી જ અહીં બચાવકાર્યમાં જોડાય છે,સેનાના અધિકારીઓ સાથે વાત કર્યા પછી મુખ્ય મંત્રી તીરથસિંહ રાવતે કહ્યું કે નીતિની નજીક આવી ગયેલી આ દુર્ઘટનામાં શુક્રવારની રાતથી સેના રાહત કાર્યમાં લાગી છે. એસ.ડી.આર.એફ. અને એન.ડી.આર.એફ., આઇ.ટી.બી.પી. અને જિલ્લા વહીવટી ટીમના જવાન પણ યુદ્ધના ધોરણે બચાવ કાર્યમાં રોકાયેલા છે. સૈન્યને મળેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 391 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને ચાર લોકો ઘાયલ થયાના સમાચાર છે.
સુમનામાં બીઆરઓ કામદારો માર્ગ બાંધકામના કામમાં રોકાયેલા હતા. અતિશય હિમવર્ષાના કારણે વાયરલેસ ટીઈએસ પણ સરહદ વિસ્તારમાં કાર્યરત નથી. નીતિ વેલીમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે બરફવર્ષા થઈ રહી છે. મલારીથી આગળ જોશીમથ-મલારી હાઇવે પણ બરફથી ઢંકાયેલો છે, જેનાથી આર્મી અને આઇટીબીપી વાહનોની અવરજવર અવરોધિત છે.
હજુ પણ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 28 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડોની સંભાનવા ક છે. આ દરમિયાન અહીં લઘુતમ તાપમાન 6 ડીગ્રી અને મહત્તમ તાપમાન 14 ડીગ્રી રહેવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ અને બરફવર્ષાના કારણે ચમોલી જીલ્લામાં ઠંડીનો ચમકારો થવા માંડ્યો છે. બદરીનાથ ધામમાં ચાર ફૂટ અને હેમકુંડ સાહિબમાં પાંચ ફૂટ જેટલો બરફનો જામી ગયો છે.
સાહિન-