દહેરાદુનઃ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડને ભંગ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેવસ્થાનમ બોર્ડને ભંગ કરવાની જાહેરાત કરી છે. આ અંગે ઉચ્ચ સ્તરિય સમિતિ અને મંત્રીમંડળ ઉપસમિતિના રિપોર્ટના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેવસ્થાનબોર્ડને લઈને તીર્થ પુરોહિતો અને હક-હકૂકધારિયોમાં ફેલાયેલા રોષને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હાવાનું ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટ મળ્યાં બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લેવામાં કોઈ મોડુ કર્યું ન હતું. આ અધિનિયમને પરત લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી વિધાનસભા સત્રમાં આ અધિનિયમ પરત લેવામાં આવશે. ધામી સરકારએ દેવસ્થાનમ બોર્ડને લઈને ભાજપની ત્રિવેન્દ્ર સિંહ રાવત સરકારનો નિર્ણય પરત કરવામાં આવ્યો છે.
દેવસ્થાનમ બોર્ડની સામે હક-હકૂકધારિઓ તથા પંડા સમાજમાં અસંતોષ ફેલાયો હતો. જેના પગલે ધામી પહેલાની તીરથસિંહ રાવત સરકારે પણ બોર્ડને પીછેહઠના સંકેત આપ્યાં હતા. ગત જુલાઈમાં મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ પુષ્કર સિંહ ધામીએ રાજયસભાના પૂર્વ સભ્ય મનોહરકાંત ધ્યાનીની અધ્યત્રતામાં ઉચ્ચસ્તરિય કમિટીની રચના કરાઈ હતી. સમિતિએ તાજેતરમાં જ પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. મુખ્યમંત્રીએ સમિતિના રિપોર્ટના અભ્યાસ માટે ત્રણ કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ, સુબોધ ઉનિયાલ અને સ્વામી યતીશ્વરાનંદની મંત્રીમંડળીય ઉપસમિતિની રચના કરી હતી. તેમજ ઉપસમિતિના બે દિવસમાં પોતાનો નિર્ણય વ્યક્ત કરવા તાકીદ કરી હતી. લગભગ બે વર્ષથી દેવસ્થાનમ બોર્ડને લઈને તીર્થ-પુરોહિત અને સરકાર વચ્ચે ચર્ચાઓ ચાલતી હત. વિરોધ પક્ષ પણ સમિતિની રચનાનો વિરોધ કર્યો છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો.