- કોરોનાના રોકેટગતિએ વધતા કેસ
- રાજભવનના 33 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત
- તમામ સંક્રમિત હોમ આઇસોલેશનમાં
- ગવર્નર હાઉસને બે દિવસ માટે બંધ કરાયું
- રાજભવનમાં સેનિટાઈઝેશન કરવામાં આવશે
દહેરાદૂન:દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.ઉતરાખંડના દેહરાદૂન સ્થિત રાજભવનના 33 કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.જે બાદ તકેદારીના ભાગરૂપે ગવર્નર હાઉસને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.રિપોર્ટ્સ અનુસાર, અગાઉ ગવર્નર હાઉસમાં એક કર્મચારી સંક્રમિત જોવા મળ્યો હતો. મંગળવારે 198 કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં કુલ 33 કર્મચારી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.પહેલા 32 કર્મચારીઓ સંક્રમિત જોવા મળ્યા હતા, બાદમાં અન્ય એક કર્મચારીને ચેપ લાગ્યો હતો.
રાજભવનમાં અત્યાર સુધીમાં કુલ 33 કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામ સંક્રમિત હોમ આઇસોલેશનમાં છે.રાજભવનના ડૉ. એકે સિંહે કર્મચારીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ સંક્રમિત જોવા મળ્યા બાદ રાજભવનને 13 અને 14 જાન્યુઆરીએ બંધ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન રાજભવનમાં સેનિટાઈઝેશન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણની વધતી જતી ગતિ વચ્ચે બુધવારે 2,915 નવા દર્દીઓમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી, જે છેલ્લા આઠ મહિનામાં એક દિવસમાં મળી આવેલા કોવિડ દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે.