Site icon Revoi.in

14મી સદીની હનુમાનજીની ચોરાયેલી પ્રાચીન મૂર્તિ ભારતને પરત મળી

Social Share

નવી દિલ્હીઃ વર્ષો પહેલા ચોરાયેલી પ્રાચીન અન્નપૂર્ણાજીની મૂર્તિ કેન્દ્ર સરકારના પ્રયાસોથી વિદેશથી પરત લાવવામાં આવી હતી અને ઉત્તરપ્રદેશમાં તેને સ્થાપિત કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષો પહેલા ચોરાયેલી અનેક પ્રાચીન મૂર્તિઓ અને વસ્તુઓ પરત મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત આઠ વર્ષના સમયગાળામાં લગભગ 238 જેટલી પ્રાચીન વસ્તુઓ પરત લાવવામાં સફળતા મળી છે. દરમિયાન હનુમાન દાદાની વધુ એક પ્રાચીન મૂર્તિને પરત લાવવામાં સફળતા મળી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતીય દુતાવાસને આ પ્રાચીન મૂર્તિ સોંપી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ વિદેશમાંથી રાષ્ટ્રીય વારસો પરત લાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના ટ્વીટનો જવાબ આપતા મંત્રીએ માહિતી આપી કે ભગવાન હનુમાનની ધાતુની મૂર્તિ કે જે વિષ્ણુ મંદિર, શ્રી વરથરાજા પેરુમલ, પોટ્ટાવેલી વેલ્લુર, અરિયાલુર જિલ્લો, ચોલ કાળ (14મી -15મી સદી)માં ચોરાઈ હતી જે ઓસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસને સોંપવામાં આવી હતી.  અત્યાર સુધીમાં વિવિધ દેશોમાંથી 251 પ્રાચીન વસ્તુઓ પાછી મેળવવામાં આવી છે, જેમાંથી 238 જેટલી પ્રાચીન વસ્તુઓ 2014થી પાછી લાવવામાં આવી છે, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, “આપણો અમૂલ્ય વારસો ઘરે પાછો આવે તે સુનિશ્ચિત કરવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ.” દાણચોરી માટે વર્ષો વપહેલા ચોરાયેલી ભારતની પ્રાચીન મૂર્તિઓને પરત મેળવવા માટે કેન્દ્રની મોદી સરકારે પરત મેળવવા માટે અભિયાન શરૂ કર્યું છે. તેમજ પરત મેળવેલી ભારતના આ વારસાનું જતન કરવા માટે અભિયાન શરૂ કરાયું છે.