નવી દિલ્હીઃ ચાર ધામ યાત્રામાં આવનારા લોકોની પહેલા ચકાસણી કરવામાં આવશે. તેમ ઉત્તરાખંડના ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રે કહ્યું હતું. ચાર ધામ વિસ્તારમાં હિન્દુઓ સિવાય અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સંતોએ માંગણી કરી છે. દરમિયાન સીએમ પુષ્કર ધામીએ કહ્યું હતું કે, સરકાર તેના પર વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
ઉત્તરાખંડમાં આવતા મહિનાથી ચાર ધામ યાત્રા શરૂ થશે. આ પહેલા સીએમ પુષ્કર સિંહ ધામીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, ચાર ધામ યાત્રામાં આવનારા શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવશે. પ્રવાસ પર જતા પહેલા લોકોની ચકાસણી કરવામાં આવશે. જોકે, મુખ્યમંત્રીએ કોઈ ચોક્કસ ધર્મના લોકોના વેરિફિકેશન અંગે કંઈ કહ્યું ન હતું. ચાર ધામ યાત્રાને લઈને કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ, જેથી યુપી, દિલ્હી અને અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓની ચકાસણી કરવામાં આવશે. તેમ પણ તેમણે કહ્યું હતું. સીએમ ધામીએ કહ્યું હતું કે, ‘આપણું રાજ્ય શાંત રહેવું જોઈએ, આપણા રાજ્યની ધાર્મિક સંસ્કૃતિને સાચવવી જોઈએ. તે અંગે સરકાર તેના સ્તરે આગળ વધશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રામનવમી અને હનુમાન જ્યંતિના દિવસે દેશના વિવિધ રાજ્યોમાં હિંસાના બનાવો સામે આવ્યાં છે. દિલ્હીના જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન તોફાનીઓએ હુમલો કર્યો હતો. તેમજ ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. પોલીસ સમગ્ર પ્રકરણની ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં જહાંગીરપુરી હિંસાના કેસમાં બે ડઝનથી વધારે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે.