Site icon Revoi.in

ઉત્તરાખંડઃ પુષ્કરસિંહ ધામીએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યાં

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. દરમિયાન ઉત્તરાખંડમાં સીએમની જવાબદારી ભાજપાએ પુષ્કરસિંહ ધામીને સોંપવામાં આવી હતી. દરમિયાન આજે ધામીએ ઉત્તરાખંડના 12માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પુષ્કર ધામીને રાજ્યપાલ લે.જનરલ ગુરમીત સિંહએ શપથ લેવડાવ્યાં હતા. શપથવિધી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તરાખંડમાં રિતુ ખંડુરીને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જો કે, ભાજપના નેતા પુષ્કર ધામીનો પરાજ્ય થયો હતો. જેથી ઉત્તરાખંડમાં સીએમની પસંદગી લઈને લંબાણ પૂર્વકની ભાજપ હાઈકમાન્ડ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. અંતે પુષ્કર ધામીને ફરીથી મુખ્યમંત્રીની જવાબદારી આપવામાં આવી હતી. શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નિતિન ગડકરી, મીનાક્ષી લેખી, વિજય બહુગુણા, રમેશ પોખરિયાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી પદના પુષ્કરસિંહ ધામીએ શપથ લીધી હતી. આ ઉપરાંત સતપાલ મહારાજને પણ શપથ લેવડાવવામાં આવ્યાં હતા.

ઉત્તરપ્રદેશમાં પણ સીએમ યોગી આદિત્યનાથની ભાજપાએ પસંદગી છે. આગામી દિવસોમાં યોગી આદિત્યનાથ શપથ લેશે. જેને લઈને હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. યોગીના શપથવિધી સમારોહમાં પીએમ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.