Site icon Revoi.in

ઉત્તરાખંડઃ પુષ્કરસિંહ ધામી જ હશે નવા મુખ્યમંત્રી

Social Share

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોના તાજેતરમાં જ પરિણામ જાહેર થયાં હતા. ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપ અને પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. પંજાબમાં આપના ભગવંત માનએ તાજેતરમાં જ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે ઉત્તરપ્રદેશ, ગોવા અને મણિપુરમાં ભાજપના મુખ્યમંત્રીના નામ નક્કી હતા. જો કે, ઉત્તરાખંડમાં પુષ્કર ધામીનો પરાજય થતા સીએમની પસંદગીને લઈને તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. જો કે, ભાજપની વિધાયક દળની બેઠકમાં પુષ્કર સિંહ ધામીની નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડમાં ભાજપના સિનિયર નેતા રાજનાથસિંહ અને મિનાક્ષી લેખીની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી. ધામીને નેતા તરીકે પસંદગી મુદ્દે રાજનાથ સિંહએ જણાવ્યું હતું કે, મે પુષ્કર ધામીને શુભકામનાઓ પાઠવું છે અને મને વિશ્વાસ છે કે, ઉત્તરાખંડ તેમના નેતૃત્વમાં પ્રગતિ કરશે. ધામી સરકાર ચલાવી ચુક્યાં છે. તેમને સરકાર ચલાવવાનો અનુભવ છે. રાજનાથ સિંહએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં પુષ્કર સિંહ ધામીને પાર્ટીના નેતા કરીકે પસંદ કરવામાં આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશનમાં અને ધામીના નેતૃત્વમાં ઉત્તરાખંડનો વિકાસ વધારે થશે.

 

ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જો કે, મુખ્યમંત્રી ધામીનો પરાજય થયો હતો. જેથી સરકારનું નેતૃત્વ કોણ કરશે તેને લઈને અસમંજસ ભરી પરિસ્થિતિ ઉભી થઈ હતી. ભાજપની બેઠકમાં લંબાણ પૂર્વકની ચર્ચાના અંતે ધામીના નામ ઉપર પસંદગીનો મહોર મારવામાં આવી હતી. ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં 70 બેઠકો પૈકી 47 બેઠકો ઉપર ભાજપની જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસનો 19 બેઠક ઉપર વિજય થયો હતો. જ્યારે બીએસપીની બે અને અન્ય બે બેઠક પર અપક્ષ ઉમેદવારોની જીત થઈ હતી.