પ્રવાસીઓ માટે ઉત્તરાખંડની સવારી મોંધી બની- દરેક પર્યટક સ્થળોની સફરમાં 20 ટકા સુધીનો વધારો નોંધાયો
- ઉત્તરાખંડમાં ફરવું હવે મોંધુ બન્યું
- પર્યટકની સવારીમાં 20 ટકાનો વધારો નોંધાયો
દહેરાદૂન- ઉત્તરાખંડ એક એવું સ્થળ છે યુવાઓથી લઈને વૃદ્ધો અહી દર્શાનાર્થે અને ફરવાની મજા માણવા આવતા હોય છે, દેશભરના લોકો અહીના વાતાવરણની લૂફ્ત ઉઠાવવા વોકો ઘણો ખર્ચ કરતા હોય છે જો કે આ વર્ષ દરમિયાન આ ખર્ચ 20 ટકા મોંધો થયો છે, દેહરાદૂનથી ઉત્તરાખંડના વિવિધ પ્રવાસન સ્થળોની મુસાફરી મોંઘી થઈ ગઈ છે. ટ્રાવેલ એજન્સીઓએ છેલ્લા બે વર્ષમાં ભાડામાં 20 ટકા સુધીનો વધારો કર્યો છે. ભાડામાં વધારાનું કારણ પેટ્રોલ-ડીઝલ અને વાહનોના પાર્ટસના ભાવમાં વધારો જણાવવામાં આવી રહ્યો છે.
દર વર્ષે લાખો પ્રવાસીઓ ઉત્તરાખંડના પ્રવાસન સ્થળોને જોવા માટે આવે છે. કોરોના સંકટ છતાં પ્રવાસીઓનો ટ્રેન્ડ ઓછો થયો નથી. ખાસ કરીને દિલ્હી-એનસીઆરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સપ્તાહના અંતે મસૂરી, દહેરાદૂન, હરિદ્વાર અને ઋષિકેશની મુલાકાત લેવા આવતા હોય છે. દેહરાદૂન જિલ્લામાં ચક્રતા, મસૂરી, સહસ્ત્રધારા, ઋષિકેશ જેવા મોટા પ્રવાસન સ્થળો છે. આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં દહેરાદૂન જિલ્લામાં 20 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. 860 વિદેશી પ્રવાસીઓ પણ આવ્યા છે. જોકે, વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે.
દેહરાદૂનમાં 200થી વધુ ટ્રાવેલ એજન્સીઓ છે, જે દસ હજારથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. 2019 સુધી એજન્સીઓ ચાર સીટર કાર માટે 10 રૂપિયા અને છ સીટર કાર માટે 15 રૂપિયા પ્રતિ કિમી ચાર્જ વસુલતી હતી, પરંતુ કોરોના સંકટ શરૂ થયા બાદ પેટ્રોલ-ડીઝલ, વાહનના પાર્ટસ અને સર્વિસના દરમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં એજન્સીઓએ ભાડું વધાર્યું છે. હવે ચાર સીટર કારનું ભાડું 12 રૂપિયા અને છ સીટર કારનું ભાડું 18 રૂપિયા પ્રતિ કિમી થઈ ગયું છે.
એજન્સીઓના જણાવ્યા પ્રમાણે ભાડામાં લગભગ 15 થી 20 ટકાનો વધારો થયો છે. બે વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે. પહેલા કારની સર્વિસ 4500 રૂપિયામાં મળતી હતી જે હવે 5500 રૂપિયા સુધી મળી રહી છે. આ સાથે જ વાહનોનો વીમો મોંઘો થઈ ગયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા એટલે ભાડું વધારવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.આ સાથે જ આ વર્ષે અહીની મુલાકાત માટે આવનારા લોકોમાં 70 ટકા સંખ્યા યુવાઓની નોંધાઈ છે,જેમણે અહીના લસફરની મજા માણી છે,